દાહોદ રાત્રી બજાર વાળા “માં ભારતી ઉદ્યાન” ગાર્ડનમાં કોઈ સનકીએ બધા બાંકડા તોડી નાખ્યા નો vedio થયો વાઇરલ

 
 
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે રાત્રી બજાર પાછળ આવેલ “માં ભારતી ઉદ્યાન” માં કોઈ સનકી વ્યક્તિએ બધાજ બેસવાના બાકડા તોડી ગયેલ, આ ઉદ્યાનમાં લોકો સવારે ચાલવા આવે ત્યારે સિનિયર સીટીઝન જ્યારે ચાલીને થકી જાય ત્યારે આ જ બાકડાઓ ઉપર બેસે. ગામના મોટા ભાગના લોકો અહી જ સવારે મોર્નિંગ વોક માટે આવે છે. તો શું આ કોઈ ષડયંત્ર છે ? કે પછી જાણી જોઈને કોઈકે આવું કર્યું. શુ આ ઉદ્યાનમાં ચોકીદાર નથી? અને જો છે તો તે ક્યાં હતો? પાલિકાના સત્તાધીશો શું આ બાબતે કોઈ તપાસ કરાવશે ખરા? પોલીસ ફરિયાદ કરી ? જો ફરિયાદ કરી હશે તો પગલાં લેશે કે કેમ? આ એક વિકટ પ્રશ્ન છે.
આજે સવારમાં લોકો મોર્નિંગ વોકમાં ગયા તો સૌ ચોકી ગયા. બધા બાંકડા લાઇન સર તૂટેલા હતા, એક પણ બાકડો સાજો હતો નહીં. આ કોને કર્યું હશે તે લોકચર્ચાનો વિષય બનીને સામે આવ્યો છે.


Related News

Comments are Closed

%d bloggers like this: