દાહોદ રાજપૂત સમાજ દ્વારા સામુહિક શસ્ત્ર પૂજન કરાયું

દશેરાના પાવન પર્વની ઉજવણી સંપન્ન વિવિધ અગ્રણીઓએ ઉદ્દબોધન કર્યા

  • Dahod - દાહોદ રાજપૂત સમાજ દ્વારા સામુહિક શસ્ત્ર પૂજન કરાયું

    દાહોદ શહેર સહિત જિલ્લાના રાજપૂત સમાજ દ્વારા અત્યંત શ્રદ્ધાપૂર્વક દશેરાના પાવન પર્વની અનેકવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી. રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજ શેખાવતની અધ્યક્ષતામાં દાહોદના સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પ્રથમ જ વખત જિલ્લાના સમસ્ત રાજપૂતોના શાસ્ત્રોનું પૂજન સામુહિક ધોરણે યોજાયું હતું.

    દાહોદના રાજમાર્ગો ઉપર રાજપૂતોએ બાઈક રેલી યોજી રાજપૂત સમાજવાસીઓની એકતાનો પરિચય આપ્યો હતો. બાદમાં સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે રેલી પરત આવતા શસ્ત્રોની પૂજા સંપન્ન થઇ હતી. બાદમાં વિવિધ અગ્રણીઓએ ઉદ્બોધન કર્યા હતા.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: