દાહોદ મુવાલીયા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ઉપર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ કાર્યક્રમનું ઉદ્ઘાટન થયું

 
 
 
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્યમથક દાહોદ શહેરના મુ વાગે રોડ ખાતે આવેલ મુવાલીયા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ઉપર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ કાર્યક્રમનું ઉદ્ઘાટન થયું હતું. આ કાર્યક્રમનુંં ઉદ્દઘાટન રાજ્યમંત્રી જસવંતસિંહ ભાભોર તથા રાજ્ય પશુપાલન મંત્રી બચુભાઇ ખાબડે કર્યું હતું. પ્રધાનમંત્રીએ તાજેતરમાં બજેટમાં આ યોજનાનો સમાવેશ કરતા ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી.
આ યોજના મુજબ ખેડૂતોને દર વર્ષે ₹.6000/- એક ખેડૂતને આપવામાં આવશે અને તેના નિયમો સરકારે નક્કી કર્યા છે જેમાં જે ખેડૂત પાસે 5 એકકર સુધી જગ્યા હશે તેને આ લાભ મળશે અને સરકારની માહિતી અનુસાર આ યોજનાથી દર વર્ષે ખેડૂતોને ₹.75,000 કરોડ રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં જમા થશે. અને આજે દાહોદના દોઢ લાખ ખેડુતોના ખાતામાં ₹.2,000 લેખે ₹.30 કરોડ રૂપિયા પ્રધાન મંત્રીએ ગોરખપુર થી આ યોજનું ઉદ્ઘાટન કરતા રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં જમા થયા હતા અને એટલે જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતો માટે આર્શીવાદ સમાન છે. અને આ લાભ  ખેેડૂતોને દર વર્ષે મળશે.


Related News

Comments are Closed

%d bloggers like this: