દાહોદ પાસે પ્રસૂતિ કરાવીને પરત ફરતી વખતે રીક્ષા 30 ફૂટ ઊંડા કોતરમાં ખાબકી, નવજાત સહિત 3 બાળકોના મોત, 3 મહિલાનો બચાવ
વડોદરા25 મિનિટ પહેલા
- કૉપી લિંક
ત્રણેય બાળકોના મોત પર આંક્રદ કરી રહેલી માતાઓ
- નાનીકોડી ગામના 3 બાળકના એકસાથે મોતને પગલે 3 પરિવારોમાં શોકનું મોજુ ફરી વળ્યું
- નવજાત બાળકનું મોત થતાં માતા બન્યાના કલાકોમાં જ મહિલા ફરીથી નિઃસંતાન બની ગઇ
દાહોદ નજીક નાનીકોડી ગામના સૂકી તળાવના 30 ફૂટ ઊંડા કોતરમાં આજે સવારે રીક્ષા ખાબકતા નવજાત સહિત 3 બાળકના મોત નીપજ્યા છે, જ્યારે 3 મહિલાનો બચાવ થયો છે. ઘટનાની જાણ થતાં જ દાહોદ પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી અને ફાયર બ્રિગેડની મદદ લઇને ત્રણેય બાળકોના મૃતદેહ તળાવમાંથી બહાર કાઢ્યા હતા.
અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા
બાળકનો જન્મ થયા બાદ કલાકોમાં જ ખુશી છીનવાઇ ગઇ
દાહોદ તાલુકાના ચોસાલા ગામની 25 વર્ષીય રંગલીબેન કલસિંગભાઇ માવી નામની પ્રસૂતાને પ્રસવની પીડા ઉપડતા તેમના ગામની અન્ય બે મહિલાઓ તેમજ બે બાળકો સાથે રેટિયા PHC સેન્ટર પર પ્રસૂતિ કરાવવા ગયા હતા. જ્યાં તેમને તંદુરસ્ત બાળકને જન્મ થતા તેઓના ઘરે પારણું બંધાતા પરિવારજનોમાં ખુશી છવાઇ ગઈ હતી, ત્યારબાદ આજે સવારે ખાનગી રીક્ષા મારફતે પોતાના ઘરે ચોસાલા પરત ફરતી વેળાએ રસ્તામાં નાનીડોકી ગામે 30 ફૂટ ઊંડા તળાવમાં રીક્ષા ખાબકી હતી. જેમાં નવજાત બાળક સહિત ત્રણ કમનસીબ બાળકો મોતને ભેટ્યા હતા તેમજ અન્ય ત્રણ મહિલાઓને બહાર કાઢીને 108 મારફતે દાહોદની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
તળાવના 30 ફટ ઊંડા કોતરમાં રીક્ષા ખાબકી હતી
પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું
એક સાથે ત્રણ બાળકોના મોતને પગલે પરિવારજનો પર આભ ફાટી પડ્યું છે અને કલાકો પહેલા જ માતા બનેલી કમનસીબ મહિલાના નવજાત બાળકના મોતને પગલે ફરીથી નિઃસંતાન બની ગઇ હતી. જેને પગલે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે
3 બાળકોના મોતને પગલે પરિવારમાં શોકનુ મોજુ ફરી વળ્યું છે
સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી
ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરી દીધી હતી. જેથી ફાયર બ્રિગેડે ત્રણેય બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા અને પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed