દાહોદ પાલિકા પ્રમુખ અભિષેક મેડા અને ઉપપ્રમુખ પ્રશાંત દેસાઈએ દાહોદમાં ટ્રાફિક અને સફાઈ જુમબેશ ઉપાડી

દાહોદ પાલિકા પ્રમુખ અભિષેક મેડા અને ઉપપ્રમુખ પ્રશાંત દેસાઈએ દાહોદમાં ટ્રાફિક અને સફાઈ જુમબેશ ઉપાડી

દાહોદ નગર પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ દાહોદ નગરને સ્વચ્છ બનાવવા પોતે નગરની મુલાકાતે નિકળ્યા હતા અને દુકાનો આગળ અને મકાનો આગળ કચરો ગંદકી પડેલી દેખાતા માલિકો ને રૂપિયા ૫૦૦ʼ૧૦૦૦ʼ ૨૦૦૦ʼ સ્થળ પર જ દંડ પાવતી બનાવી લોકોને જાગૃત કરી ફરી એવું ના કરવા માટે માર્ગદર્શન આપયું.

આજ રોજ દાહોદ નગર પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ નગર પાલિકાની આખે આખી ટીમ પોતે જ સફાઈ કર્મચારીઓ તથા દબાણ વિભાગની ટીમ સાથે દાહોદ શહેરની સડકો ઉપર નિકળતા દાહોદ શહેરને સ્વચ્છ બનાવવા માટે અને જાણ જાગૃતી લાવી લોકોને ગંદકી ના કરવા તેમજ ટ્રાફીકની સમસ્યા ઉભી ના કરવા માટે લોકોને માહિતગાર કર્યાં હતા તેમજ દુકાન આગળ અને મકાન આગળ કચરો ગંદકી દેખાતા દુકાનના માલિકોને તેમજ મકાનના માલિકોને દંડ પાવતી આપી સ્વચ્છતા માટે પોતે સજાગ રહી જાગ્રૂતી માટે સમજાવયા હતા અને આગળ પણ આજ રીતની કામગીરી દાહોદ શહેરમાં ચાલશે તેવુ જણાવયું હતું પોતે નગર પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખે.


Related News

Comments are Closed

%d bloggers like this: