દાહોદ નગર પાલિકા પ્રમુખ સંયુક્તાબેન મોદી દ્વારા શહેરના મુસ્લિમ વિસ્તારમાં ૬૮માં પ્રજાસત્તાક દિન પર્વની ઉજવણી કરવામાં આવી

KEYUR PARMAR – DAHOD
         

          દાહોદ શહેરના નગર પાલિકા પ્રમુખે વિચાર કર્યો કે આ વર્ષથી દાહોદ શહેરના અલગ અલગ વિસ્તારમાં ધ્વજ વંદન કરીશું જેને ધ્યાનમાં લઈને આ પહેલો ધ્વજ વંદન કાર્યક્રમ પ્રગતિ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે મળી દાહોદ શહેરના મુસ્લિમ વિસ્તારમાં આયોજિત કરવામાં આવ્યો હતો.
દર વર્ષે ૨૬મી જાન્યુઆરીના રોજ ધ્વજ વંદન કાર્યક્રમ નગર પાલિકા ચોકમાં નગર પાલિકા ખાતે કરવામાં આવતો હોય છે પરંતુ આ વખતનો ધ્વજ વંદન કાર્યક્રમ દાહોદ શહેરના મુસ્લિમ વિસ્તાર ઘાંચીવાડામાં નગર પાલિકાના પ્રમુખ સંયુક્તાબેન મોદીના વરદ્દ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે દાહોદ નગર પાલિકાના કાઉન્સીલર, અગ્રણીઓ, ઘાંચીવાડા વિસ્તારમાં આવેલ શાળાના બાળકો અને તે વિસ્તારના રહીશોએ ખુબજ આનંદ ઉલ્લાસ થી આ પર્વને માણ્યો હતો. લોકો એ પોતાના ઘરના ધાબા પર ચડીને પણ ધ્વજ વંદન કર્યું હતુ અને આપના દેશના રાષ્ટ્રગીત વખતે એક દમ સીધા સાવધાનની મુદ્રામાં ઊભા રહીને ધ્વજ વંદન કર્યું હતું.
નગર પાલિકા પ્રમુખે પોતાના વક્તવ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારની પ્રશંસા કરી દાહોદ શહેરની જનતા માટે જે યોજનાઓ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે તેના વિષે માહિતી પણ આપી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: