દાહોદ નગર પાલિકા દ્વારા રોડ વેક્યુમ સ્વીપર મશીન થી રસ્તાઓ ની સફાઈ શરૂ : એક કદમ આગે

દાહોદ સ્માર્ટ સિટીમાં અંગે કુચ કરી રહ્યું છે ત્યારે એક પછી એક લોકરપનો નો દોર ચાલ્યો છે. પેહલા કેશવ માધવ રંગમંચ, રાત્રી બઝાર વાઇફાઇ ઝોન , મહિલા જિમ અને ઓડિટોરિયમ પછી હોવી દાહોદ નગર પાલિકા નગર ને આરોગ્ય ક્ષેત્રે સફળ બનાવવા માટે તત્પર છે. જેના ભાગ રૂપે આજે દાહોદ નગર પાલિકા ચોક ખાતે સાંજે 5.00 કલાકે દાહોદ નગર સેવા સદન ના પ્રમુખ અભિષેક મેડા, ઉપપ્રમુખ પ્રશાંત દેસાઈ, કારોબારી ચેરપરસન ભાવનાબેન વ્યાસ, વોટર સપ્લાય ના ચેરમેન લખન રાજગોર , ચીફ ઓફિસર પી.જે રાયચંદની તથા નગર પાલિકાના સ્ટાફના માણસો તથા અન્ય કાઉન્સિલરોની ઉપસ્થિતિમાં આજે પાલિકા પ્રમુખ તથા ઉપ્રમુખ એ રોડ વેક્યુમ સ્વીપર મશીનનું ઉદ્ઘાટન કરી અને લોકાર્પણ કર્યું હતું. ત્યાર બાદ મોદી રાત્રેજ દાહોદના માર્ગો ઉપર આ સ્વીપર મશીન થી સફાઈ શરૂ કરી હતી. અને સ્ટેશન રોડ ઉપર આ મશીન થી સફાઈ થતી જોઈ લોકોમાં કુતુહલ જાગ્યું હતું. આમ દાહોદ નગરપાલિકા દ્વારા સ્માર્ટ સીટી દાહોદ માટે અંગે કુચ કરતા ” એક કદમ આગે ” વધાર્યો હતો.






Related News

Comments are Closed

%d bloggers like this: