દાહોદ નગર પાલિકાની સામાન્ય સભા શાંતિથી યોજાઈ અને ત્યારબાદ પાલિકાના સભ્યો તેમજ કર્મચારીઓએ હોળીની ઉજવણી કરી

Keyur Parmar – Dahod Bureau

દાહોદ નગર પાલિકાની બીજી સામાન્ય સભા સ્વામી વિવેકાનંદ સંકુલ પાસે આવેલ નવી લાયબ્રેરીમાં યોજાઈ જેમાં પાલિકાનું પુરાંત વાળું બજેટ દાહોદ ચીફ ઓફિસની અધ્યક્ષતામાં મંજુર કરવામાં આવ્યું હતું તેમજ અન્ય અગત્યના કામોને પણ બહાલી આપવામાં આવી હતી. જયારે કોંગ્રેસના સભ્યોએ 8 થી 9 મુદ્દાઓ પ્રત્યે વિરોધ નોંધાવ્યો હતો. જયારે બીજી બાજુ ગોદી રોડ ઉપર નવા હિંદુ સ્મશાન બનાવવા માટેની માંગણી કરાઈ હતી  આ સામાન્ય સભા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ હતી. અને ત્યારબાદ તમામ સભ્યો તેમજ કર્મચારીઓએ ભેગા મળીને આનંદ અને ઉત્સાહપૂર્વક નાચીકુદીને ધામધુમથી હોળીની ઉજવણી કરી હતી. આ પ્રસંગે પાલિકા પ્રમુખ સંયુંક્તાબેન મોદી તથા ઉપપ્રમુખ ગુલશન બચાણી, કારોબારી અધ્યક્ષ અરવિંદ ચોપડા તથા પક્ષના નેતા સલમા આંબાવાલા વિરોધ પક્ષના નેતા નજમુદ્દીન ગાંગરડીવાલા વિરોધ પક્ષના ઉપનેતા દિનેશ સીકલીગર તથા અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.


Related News

Comments are Closed

%d bloggers like this: