દાહોદ . દાહોદ ખાતે છેલ્લા એક સપ્તાહથી ચાલતા શિક્ષાપત્ર રસપાન

દાહોદ . દાહોદ ખાતે છેલ્લા એક સપ્તાહથી ચાલતા શિક્ષાપત્ર રસપાન મહોત્સવનું રવિવારે સમાપન થયું હતું….

  • Dahod - latest dahod news 022011

    દાહોદ . દાહોદ ખાતે છેલ્લા એક સપ્તાહથી ચાલતા શિક્ષાપત્ર રસપાન મહોત્સવનું રવિવારે સમાપન થયું હતું. વૈષ્ણવાચાર્યશ્રી પૂ. ગોસ્વામી દ્વારકેશલાલજી મહોદય (કડી – અમદાવાદવાળા) ની રસાળ શૈલીમાં સરસ મજાના દ્રષ્ટાંતો સાથે વહેતી આ કથાનો સેંકડો વૈષ્ણવોએ લીધો હતો. છેલ્લા દિવસે રવિવાર હોઈ સ્વાભાવિક રીતે આ કથાનું શ્રવણ કરવા ખૂબ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. વક્તા વૈષ્ણવાચાર્યશ્રી પૂ. ગોસ્વામી દ્વારકેશલાલજી મહોદય (કડી – અમદાવાદવાળા)ની છેલ્લા દિવસે જીવનને ભક્તિ દ્વારા સરળ રીતે જીવવા માટેના માર્ગદર્શનની સાથે સંપ્રદાયનું મહત્વ વિષય ઉપર વિશેષ સમજણ આપી હતી. કથાના અંતે કથાસ્થળે સ્વયંશિસ્ત થઈને ઉપસ્થિત વૈષ્ણવોએ ભાવુક થઈને 1500 દીવાની મહાઆરતી કરી હતી ત્યારે એકદમ જાજરમાન માહોલ બની જવા પામ્યો હતો. બાદમાં દેસાઈવાડના આ કથાસ્થળ પી.એમ.કડકિયા દ.વ.સમાજ સંસ્કાર કેન્દ્રથી ગુજરાતીવાડ અને ત્યાંથી પરત દેસાઈવાડ સુધી એક ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.જેમાં વક્તા-વૈષ્ણવાચાર્યજી સાથે સેંકડો વૈષ્ણવો ભાવવિભોર થઈને જોડાતા આકર્ષણનું કેન્દ્ર બનવા પામી હતી.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: