દાહોદ તાલુકાનો લોકસંવાદ સેતુ લોકદરબાર કાર્યક્રમ યોજાયો, જેમાં તાલુકાના ૭૨ પ્રશ્નોનો આરોગ્ય રાજય મંત્રીની ઉપસ્થિતિમાં હકારાત્મક ઉકેલ લવાયો

Bhavin Saraiya – Dahod
 
ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદે પર આવેલ દાહોદ જિલ્‍લાના સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતા ગરબાડા તાલુકાનો દાહોદ તાલુકાનો લોક સંવાદ સેતુ કાર્યક્રમ રાજયના શહેરી ગૃહ નિર્માણ (સ્‍વતંત્ર હવાલો) આરોગ્ય પરિવાર કલ્યાણ અને વાહન વ્યવહાર રાજય મંત્રી શંકરભાઇ ચૈાધરીના અધ્યક્ષ સ્‍થાને  મામલતદાર કચેરી ખાતે યોજાયો હતો. 
દાહોદના ધારાસભ્ય વજુભાઇ પણદાએ રાજય સરકારના સ્તુત્ય પ્રયાસને આવકારી આવા કાર્યક્રમ સંમયાતરે યોજાતા રહે તો પ્રજાના પ્રશ્નોનું સરળ રીતે નિરાકરણ થાય. ગરબાડા તાલુકાના લોક સંવાદ સેતુ કાર્યક્રમાં માર્ગ અને મકાન, પાણી પુરવઠા, આંગણવાડી, સિંચાઇ, વન વિભાગ, ખેતી, પંચાયત અને મહેસૂલી વિભાગના દાહોદ તાલુકાના ૭૨ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. સાથે અરજદારોએ સંતોષ વ્યકત કર્યો હતો. આ પ્રસંગે મંત્રી તથા મહાનુભાવોના હસ્તે વિધવા સહાયના ચેકો તથા વારસાઇના વારસાઇ પત્રો આપવામાં આવ્યા હતા
લોકસંવાદ સેતુમાં સાંસદ જશવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રમીલાબેન ભુરિયા, દાહોદ નગરપાલિકાના પ્રમુખ સંયુકતાબેન મોદી, પ્રવાસન નિગમના ડિરેકટર સુધીરભાઇ લાલપુરવાલા, જિલ્લા પ્રભારી સચિવ શ્રીમતી સોનલ મિશ્રા, જિલ્લા કલેકટર એમ.એ.ગાંધી, જિલ્લા વિકાસ અધિકારી સતીષ પટેલ, નાયબ પોલીસ અધિક્ષક મહેતા,  જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ઉપાધ્યાય, પ્રાયોજના વહિવટદાર નિનામા, પ્રાંત અધિકારી ગામીત સહિત સંલગ્ન તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા-તાલુકાના અધિકારીઓ/પદધિકારીઓ અરજદારો તથા લોકો ઉપસ્થિત રહ્યા હતા.


Related News

Comments are Closed

%d bloggers like this: