દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે નેત્રદાન પખવાડિયાનો આરંભ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

‘નેત્રદાન મહાદાન’ના સુત્ર અનુસાર દાહોદ જિલ્લામાં નેત્રદાનની પ્રવૃત્તિને વેગવંતી બનાવવાના શુભાશયથી ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે સી.ઓ.ઓ. ડો. સંજયકુમારની અધ્યક્ષતામાં એક અભિયાનનો આરંભ થયો હતો.

લોકોને મૃત્યુ બાદ નેત્રદાનની મહત્તા દર્શાવતા પેમ્ફપ્લેટ સાથે સંકલ્પ પત્રો દ્વારા સંકલ્પ લેવડાવવામાં આવ્યો
તા.25 ઓગષ્ટથી 8 સપ્ટેમ્બર દરમ્યાન ચાલનાર નેત્રદાન પખવાડિયા અંતર્ગત આરંભાયેલ પ્રવૃત્તિના શુભારંભ ટાણે સી.ઓ.ઓ. ડો. સંજયકુમાર, ડો. જેરામ પરમાર, સુપ્રિ. ડો. ભરત હઠીલા, સી.ડી્એચ.ઓ. ડો. રમેશ પહાડીયા, તબીબી અધિકારી ડો. સંધ્યાબેન જોશી સહિતના અગ્રણીઓ દ્વારા ઉપસ્થિત લોકોને મૃત્યુ બાદ નેત્રદાનની મહત્તા દર્શાવતા પેમ્ફપ્લેટ સાથે સંકલ્પ પત્રો દ્વારા સંકલ્પ લેવડાવવામાં આવ્યો. આ પ્રસંગે હોસ્પિટલના નેત્ર વિભાગ સાથે સંકળાયેલા તબીબો ડો. જીગીશ દેસાઈ, ડો. માધવી માલીવાડ, ડો. અભિષેક ભગોરા તથા ડો. પ્રશાંત વસૈયા દ્વારા લોકોને નેત્રદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.

0


Related News

Comments are Closed

%d bloggers like this: