દાહોદ જીલ્લા કોંગ્રેસ કમિટી દ્વારા મોંઘવારી, પીવાના પાણી તેમજ ખેડૂતોના પાકના મુદ્દે જીલ્લા કલેકટરને આવેદન આપ્યું

Keyur Parmar – Dahod Bureau

દાહોદ જીલ્લા કોંગ્રેસ કમિટી દ્વારા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિરીટ પટેલની આગેવાની હેઠળ તથા માજી સાંસદ પ્રભાબેન તાવીયાડ, તાલુકા પંચાયત પ્રમુખ નિકુંજ મેડા, રઘુ મછાર, ઈશ્વર પરમાર જીલ્લા પંચાયતના પ્રમુખ તેમજ અન્ય કાર્યકરોની હાજરીમાં દાહોદ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું જેમાં જણાવ્યું હતું કે દાહોદ જીલ્લામાં હાલ પીવાના પાણીનો પ્રશ્ન ઘણો સળગતો છે લોકોને નદી, નાળા, કોતરમાંથી ગમેતેવું પાણી લાવીને પીવું પડી રહ્યું છે. જે જગ્યાએ હેન્ડપંપ બંધ હોય ત્યાં રીપેરીંગ કરવા અને જ્યાં જરૂરી હોય ત્યાં નવા હેન્ડપંપ મુકવા તેમજ પાણીની અછતને અનુલક્ષીને ટેન્કરની વ્યવસ્થા કરવી અને કુવા ઊંડા કરવાની રજૂઆત કરી હતી.
બીજા મુદ્દામા શિયાળુ પાક વરસાદના અભાવના કારણે નથી થયો જેથી ઢોરોમાટે ઘાંસનો પ્રશ્ન ઉભો થયેલ છે. લોકોને મધ્યપ્રદેશમાંથી મોંઘા ભાવનું સોયાબીનનું ખારીયું લાવીને ખવડાવું પડી રહ્યું છે તેથી જ તાત્કાલિક જીલ્લા અને તાલુકા મથકે ઘાંસડેપો શરુ કરવા જોઈએ અને જ્યાં વધારે તકલીફ હોય ત્યાં દશ થી પંદર કીલોમીટરના અંતરે ડેપો શરુ થાય તેવી માંગણી કરી હતી.
મુદ્દા નંબર ત્રીજામાં જણાવેલ કે દાહોદ જીલ્લાની ખેતી માત્ર વરસાદ પર જ આધારિત છે આ વખતે ચોમાસું અને શિયાળુ બંને સીઝન નિષ્ફળ ગઈ હોવાથી ગરીબ આદિવાસીઓને રોજગારીની તકો ન હોવાને કારણે હિજરત કરવી પડે છે જેથી સ્થાનિક રોજગારી ઉભી કરવા માટે સરકાર દ્વારા બાંધકામ સિંચાઈ તેમજ માનરેગાના કામો તાત્કાલિક શરુ કરવાની માંગણી કરી હતી.
ઉપર મુજબ ના ત્રણે પ્રશ્નો દાહોદ જીલ્લા માટે સળગતા અને પાયાના અને પ્રાથમિક જરૂરિયાતના હોઈ યુદ્ધના ધોરણે હલ કરવા માટે વિનંતી કરી હતી. તેમજ સાથે સાથે પેટ્રોલ અને ડીઝલમાં થયેલા ભાવ વધારાથી મોંઘવારીમાં ફરી વધારો થતા તાત્કાલિક અસરથી સરકાર દ્વારા મોંઘવારી ઘટાડવા માટે કાર્યવાહી કરી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: