દાહોદ જિ.માં પત્રકારોને બદનામ કરતી પત્રિકા વાયરલ કરનાર સામે ગુનો દાખલ

પત્રિકા પોસ્ટ કરવા સાથે સોશિયલ મીડિયામાં વાયરલ કરાઇ હતી

  • Dahod - દાહોદ જિ.માં પત્રકારોને બદનામ કરતી પત્રિકા વાયરલ કરનાર સામે ગુનો દાખલ

    થોડા દિવસ પહેલાં દાહોદ જિલ્લાના પત્રકારોને બદનામ કરતી પત્રિકા સોશિયલ મીડીયામાં ફરતી જોવા મળી હતી. પત્રિકા તૈયાર કરનારે વિવિધ વિભાગમાં પોસ્ટ કરવા સાથે સોશિયલ મીડીયા પર પણ તેને ફેરવી હતી. આ અંગે દાહોદ શહેર પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

    પંચમહાલ, મહિસાગર, દાહોદ જિલ્લાના ઘણા પત્રકારોના નામનો ઉલ્લેખ કરી તેઓ અધિકારીઓને ધમકાવે છે, દાદાગીરી કરે છે, લાંચ લે છે તેવા આક્ષેપ સાથેની પત્રિકા વિવિધ વિભાગોમાં પોસ્ટ દ્વારા મોકલાઇ હતી. ઉપરાંત વોટ્સએપ પર પણ પત્રિકા વાયરલ કરાઇ હતી. પત્રિકામાં દાહોદમાં પત્રકાર તરીકે સેવા આપતાં સરફરાજ ગુડાલા, શાબીર ભાભોર અને શબ્બીર સુનેલવાલાના નામનો ઉલ્લેખ કરીને તેમની ખોટી બદનામી કરી હતી. જે અંગે શાબીર ભાભોરે દાહોદ શહેર પોલીસ મથકે અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવતા બદનક્ષી અંગેનો ગુનો દાખલ કરી પીઆઇ એસ.પી કરેણે અજાણી વ્યક્તિને શોધવાના ચક્રોગિતમાન કર્યા છે.

    વોટ્સએપના જવાબદારોને પત્ર લખાશે

    ઘટનામાં તલસ્પર્શી તપાસ કરાશે. પોસ્ટ ઓફીસોમાં તપાસ કરવા સાથે વોટ્સએપ કંપનીમાં પણ પત્ર લખીને બદનક્ષી કરતી પત્રિકા કોણે વાયરલ કરીને તેનું પગેરૂ શોધી કાઢવામાં આવશે.હિતેશ જોયસર, એસ.પી. દાહોદ

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: