દાહોદ જિ.માં અકસ્માતની 5 ઘટનામાં13 ઘાયલ

દાહોદએક દિવસ પહેલા

  • કૉપી લિંક

કાળીમહુડી ગામે એસ.ટી. બસના અકસ્માતમાં ઉગરેલા 15 પેસેન્જરને અન્ય બસમાં રવાના કરાયા હતાં.

  • કાળીમહુડીમાં બાઇક ચાલકને બચાવવા જતાં એસ.ટી બસ ખાડામાં ખાબકી
  • રૂપાખેડામાં બેને અડફેટે લઇ ટ્રેક્ટરે દીવાલ તોડી

દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતની પ ઘટનામાં 13 લોકો ઘાયલ થયા હતાં. તેમાં એસ.ટી બસના બે અકસ્માત સર્જાયા હતાં. આ માર્ગ અકસ્માતોમાં સદભાગ્યે કોઇ વ્યક્તિનું મોત થયુ ન હતું. અકસ્માતો અંગે સબંધિત પોલીસ મથકે ફરિયાદો નોંધાઇ હતી.

ર્ગ અકસ્માતોની વિગત મુજબ પ્રાંતિજથી દાહોદ આવતી એસ.ટી બસ સામે કાળીમહુડી ગામે એકાએક એક બાઇક આવી હતી. તેને બચાવવામાં ચાલકે સ્ટેયરિંગનો કાબૂ ગુમાવતાં બસ નજીકના ખાડામાં ઉતરી ગઇ હતી. આ અકસ્માતમાં ચાલક તેમજ બસમાં સવાર સાત પેસેન્જર ઘાયલ થયા હતાં. અકસ્માતમાં ઉગરેલા 15 પેસેન્જરને અન્ય બસમાં રવાના કરાયા હતાં. ચાલક સહિતના ઘાયલોને દાહોદ ઝાયડસ ખસેડાયા હતાં.

દાહોદ તાલુકાના રળીયાતીમાં રહેતા મનસુખભાઇ પરમાર તથા તેમના પત્ની સુનકીબેન સાથે બાઇક ઉપર તેમની સાસરી ખોડવા જવા માટે નિકળ્યા હતા. ત્યારે પાછળ આવતી બાઇકના ચાલકે પાછળથી ટક્કર મારતાં બંને ઘાયલ થયા હતાં.

સીંગવડ તાલુકાના ચુંદડી ગામના પ્રદીપભાઇ ડામોર તેમની સાસરી ખીરખાઇથી બાઇક ઉપર ઘરે જતાં શૌચક્રિયા માટે રોકાયા હતાં. ત્યારે પાલ્લી રેલવે ફાટક સામે કારના ચાલકે ટક્કર મારતાં પ્રદીપભાઇનો પગ ભાંગી ગયો હતો સાથે માથે પણ ઇજા થઇ હતી. દાહોદથી બીલીમોરા જતી બસને હાઇવે ઉપર દાભડા ગામ પાસે ટ્રકના ચાલક જશવંતભાઇ ખરાડીએ પાછળથી ટક્કર મારી હતી.

બસને નુકસાન થવા સાથે અંદર બેઠેલા પાવડીના કૈલેશભાઇ ડામોર, કવીતાબેન અને રીતેશભાઇ ઘાયલ થયા હતાં. ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગામે ટ્રેક્ટરના ચાલકે કાબૂ ગુમાવીને ઘર આગળ ખુરશીમાં બેઠેલા પ્રદીપભાઇ ડામોર અને મીનાબેનને અડફેટે લઇને ઘાયલ કર્યા હતાં. આ સાથે દુકાનની દિવાલ પાડી દઇ નુકસાન કરી અજાણ્યો ચાલક ટ્રેક્ટર મુકી ભાગી ગયો હતો.


Related News

Comments are Closed

%d bloggers like this: