દાહોદ જિ.ના તલાટીઓએ લીમડીમાં મંદીરો-ચોકની સફાઇ કરી

સફાઇ કામ કરીને અનોખો વિરોધ નોંધાવ્યો : તમામ તલાટીઓએ ભેગા મળી સભા કરી

 • Dahod - latest dahod news 022026

  દાહોદ જીલ્લાના તલાટી મંડલ દ્વારા અનોખી રીતે અચોકકસ મુદ્દત આંદોલન ઉપર મંદિરો તથા ગામની સફાઈ કરી વિરોધ નોંધાવ્યો હતો.

  ગુજરાત રાજ્ય તલાટી મંડલ દવારા પોતાની પડતર માંગણી ના સંદર્ભમાં તારીખ 22-10-18 થી આખા રાજયમા તલાટી કમ મંત્રી ઓ દવારા અચોક્કસ મુદત ની હડતાલ ના એલાન ના પગલે આંદોલન ના ત્રીજા દિવસે દાહોદ જીલ્લા તલાટી મંડળ દવારા જીલ્લાના તમામ તલાટી કમ મંત્રીઓ લીમડી ખાતે ભેગા થયા હતાં.લીમડીના માછણ નદીના કિનારે ગાયત્રી માતાના મંદિર નજીક હોલમા મીટીંગ યોજી હતી જેમા દાહોદ જીલ્લાના તલાટીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આવનાર સમયમા પોતાની માંગણી ના સંતોષાય તો જલદ કાર્યક્રમ કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

  તલાટીઓએ લીમડીમાં ભેગા થઇને મંદીરો અને ચોકની સફાઇ કરી હતી.

  પંચમહાલના હડતાલમાં જોડાયેલા તલાટીઓએ ગામની સાફ સફાઇ કરી

  ગોધરા | પંચમહાલ જિલ્લાના હડતાલમાં જોડાયેલા તમામ તલાટી કમ મંત્રીઓ દ્વારા છબનપુરા ગામે રસ્તાની સાફ સફાઈ કરી ગાંધીગીરી કરી હતી. મંડળ દ્વારા આપવામાં આવનાર કાર્યક્રમોમાં પુરો સાથ અને સહકાર આપવામાં તેવુ જિલ્લા મંડળના પ્રમુખ દ્વારા જણાવાયુ છે.

  રાજ્યભરમાં તલાટી કમ મંત્રીઓ 22 ઓક્ટોબરથી બે મુદતી હડતાળ પર ગયેલા છે. જેમા પંચમહાલ જિલ્લાના પણ તલાટીઓ હડતાલમાં જોડાયેલા છે. અને ગ્રામ્ય પ્રજાના કામો જેવાકે વિધવા સહાય,વિવિધ પ્રકારના દાખલા,તબીબી સહાય,વૃદ્ધ પેન્શન,ડોમીસાઈલ સર્ટીફીકેટ, જેવા કામો અટવાઇ જતા લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. તેમજ ભવિષ્યની ચૂંટણીના પરિણામ ઉપર પણ આની અસર થઈ શકે છે.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: