દાહોદ જિલ્લા સહકારી સંઘના ચેરમેન તરીકે કલસિંહ મેડાની બિનહરીફ વરણી

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ જિલ્લા સહકારી સંઘની ચેરમેન, વાઇસ ચેરમેન અને માનદ મંત્રીની ચૂંટણી જિલ્લા સહકારી સંઘના કાર્યાલય ખાતે દાહોદ પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં કલસિહ તાજસિંહ મેડાની દરખાસ્ત ચેરમેન તરીકે મુકેશભાઈ ભીમાભાઇ પરમારે મૂકી હતી. જેને ટેકો સાબિર શેખે આપ્યો હતો. વાઇસ ચેરમેનની દરખાસ્ત પરથીભાઈ મુનિયાએ મૂકી હતી જેને ટેકો સુરતનાભાઈ ભાભોરે આપ્યો હતો.

માનદ મંત્રીની દરખાસ્ત નિકુંજ ભાઈ કલિસંગભાઈ મેડાએ મૂકી હતી. જેને ટેકો યુગેન્દ્રભાઈ પાઠકે આપ્યો હતો. આમ અન્ય કોઇ દરખાસ્ત ન રહેતા ચેરમેન, વાઇસ ચેરમેન તેમજ માનદ મંત્રી ને બિનહરીફ વિજેતા બન્યા હતા.






Related News

Comments are Closed

%d bloggers like this: