દાહોદ જિલ્લા પંચાયત પરિવાર કલ્યાણ અને આરોગ્ય વિભાગ દ્વારા આજે વિશ્વ વસ્તી દિવસ નિમિતે એક વિશાળ રેલીનું આયોજન કરાયું 

વિશ્વમાં જયારે ચોમેરે વસ્તીનું પ્રમાણ વધી રહ્યું છે અને તેનાથી પર્યાવરણને ખુબ મોટું નુકશાન થઈ રહ્યું છે અને કુદરતી સંપતી ઓનો નાશ થવાનું શરુ થઇ ગયું છે એવા સમય સમગ્ર વિશ્વમાં આ બાબતને લઇ અને ચિંતાનું મોજું ફરી વળેલું છે જેના ધ્યાને લઇ આજે 11 જુલાઈ ના રોજ સમગ્ર વિશ્વ આજે  “વિશ્વ વસ્તી દિવસ” ની ઉજવણી કરી રહ્યું છે. તેની સાથે સાથે ભારત માં પણ આ દિવસને ખુબ બહોળા પ્રમાણમાં જનજાગૃતિ લાવવા આ દિનની ઉજવણી કરવાં આવી રહી છે.
એક તરફ વિશ્વમાં વસ્તીનું પ્રમાણ ખુબજ વધી રહ્યું છે અને ભારત વિશ્વમાં વસ્તીના વધારામાં ત્રીજા નંબરે છે ત્યારે આપણે આપણા દેશને આ આવનારી ભવિષ્યની એક મુશીબતથી બચાવવી હોય તો રાજ્ય, જિલ્લા, તાલુકા, શહેર અને ગામડાઓમાં પરિવાર અને વસ્તી વિષે ખુબ ઝડપથી જાગૃકતા લાવી પડશે અને તેના માટે સરકારે કુટુંબ નિયોજન, પરિવાર કલ્યાણ, બે બાળકો વચ્ચે અંતર રાખું આ બધી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવાની કવાયત કરી રહી છે અને તેને સારા પરિણામ મળતા પણ જોવાઈ રહ્યા છે. પરંતુ જ્યાં સુધી દરેક નાગરિક પોતાની જાતે પોતાની જવાબદારી વહન નહિ કરે કે હું મારો પરિવાર રાખીશ, દીકરો કે દીકરીની લાલશા નહિ રાખુ ત્યાં સુધી આ વિશ્વ વસ્તી દિવસ ખરેખર રીતે સાર્થક નહિ બને. જે અંગે દાહોદ જિલ્લામાં અને નગરજનોમાં જાગૃતિ લાવવા આજે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રેલી દાહોદ તાલુકા શાળાએથી નીકળી અને દાહોદ માણેક  ચોક થી નગર પાલિકા ગાંધી ચોક થઇ દોલતગંજ બઝાર થી ગોવિંદનગર થઇ અને પરત તાલુકા શાળાએ આવી પહોંચી હતી.
આ રેલીમાં દાહોદ ના જિલ્લા વિકાસ અધિકારી  આર. કે. પટેલ, CDHO ડોક્ટર જે. જે. પંડ્યા, ડોક્ટર્સ, વેપારીઓ, નર્સિંગનો સ્ટાફ, વિદ્યાર્થીઓ અને સ્કૂલના બાળાકો તમેજ નગરજનો ખુબજ મોટી સંખ્યામાં જોડાયા હતા.


Related News

Comments are Closed

%d bloggers like this: