દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ અજેન્સી દ્વારા સ્વછ ભારત અભિયાન અંતર્ગત ગુજરાતમાં પ્રથમ એવું સરપંચ સંમેલન યોજવામાં આવ્યું

 

HIMANSHU PARMAR DAHOD
 
દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજેનસી દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સરપંચ સંમેલન યોજાયું  દાહોદ જિલ્લામાં તાજેતરમાં નવા ચૂંટાયેલ સરપંચો સહિત તમામ સરપંચો ને સ્વચ્છ ભારત મિશન  તથા ગ્રામ વિકાસ ની  અન્ય યોજનાઓની જાણકારી મળી રહે તે હેતુ થી દાહોદ શહેરના સીટી ગ્રાઉન્ડ ખાતે ” સરપંચ સંમેલન ” નું આયોજન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે ગુજરાત રાજ્યના મંત્રી પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ જયંતીભાઈ કવાડીયા, પશુપાલન અને ગૌવંસૌવર્ધન મંત્રી બચુભાઇ ખાબડ , જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસવડા, જિલ્લા ભાજપ પ્રમુખ સંકર અમાલિયાર, તાલુકા ભાજપ પ્રમુખ પર્વત ડામોર ઉપસ્થિત રહ્યા હતા.
 આ પ્રસંગે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અને અન્ય યોજનાઓ ના સ્ટોલ રાખવામાં આવ્યા હતા જેને પંચાયત મંત્રીએ ખુલ્લું મુક્યું હતું. મંત્રી બચુભાઈ ખાબડ એ આ બાબતે જણાવ્યું હતું કે  જે સમરસ પંચાયતો છે તેને સરકારની યોજના નો લાભ મળશે અને પંચાયત મંત્રી ના હસ્તે અન્ય લાભો ના ચેકો મળશે જે લઇ જઈ અને ગ્રામ પંચાયતો માં કામ શરુ કરી ગામોના વિકાસ કરો.દાહોદ જિલ્લાના તમામ યોજનાના કામ થાય અને તમામ જોબ કાર્ડ ખોલાવી દેવાનું કામ શરુ કરવા અને જ્યાં રસ્તાઓ ની જરૂર છે તે બનાવો
આ બાબતે જિલ્લા ગ્રામવિકાસ એજન્સી ના નિયામક N.V Upadhyay એ  યોજનાઓ બાબતે વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું હતું કે દાહોદ જિલ્લામાં  જે શૌચાલય બને છે તેમો સોસ ખાડાઓ બરોબર ઊંડા નથી હોતા તો જેના કારણે આ સોસ ખાડાજલ્દી ભરાઈ જશે અને એનો હેતુ સાર નહિ થાય જેથી આ યોજનામાં આ બાબતે ધ્યાન રાખવું તે જણાવ્યું હતું. અને સરપંચો તમામ યોજનાઓ નો લાભ ગ્રામવાસીઓ અને જરૂરિયાત માંડો ને મળે તેનું ધ્યાન રાખે તેવું જણાવ્યું હતું.
પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી જયંતીભાઈ કવાડીયાએ જણાવ્યું હતું આ કાર્યક્રમ સમગ્ર ગુજરાત નો પ્રથમ કાર્યક્રમ છે અને હજી એક એવી પહેલ થાય કે આખા દિવસ નો શિબિર થાય અને સરપંચ ના માધ્યમ થીજ આ તમામ કામ થાય એવું આયોજન કરવું. વડા પ્રધાને માનરેગાનું ફંડ વધારીને વિકાસ માટે વધુ મોટા દ્વાર ખોલ્યા છે. આખા દેશમાં આ ગુજરાત એક રાજ્ય છે જેમાં મનરેગા નો રેશિયો જાળવવા 6 લાખ રૂપિયા સરકાર આપશે. મુખ્યમંત્રી રૂપાણીએ પેશા ના કાયદાને વ્યવસ્થિત યોજના બદ્ધ રીતે અમલ કરી ગરીબ આદિવાસી ને લાભ આપો. સરપંચ અને એની બોડી રૂ.5 લાખ થી નીચેના કામો સીધા ભેગા મળી ફાળવી શકશે.  અને 14માં નાણાં પાંચમા 8663કરોડ રૂપિયા વડા પ્રધાને ફાળવેલ છે. જે જોવા જઇયે તો એક ગરીબ વ્યક્તિ દીઠ 2496 રૂપિયા આપવાના છે






Related News

Comments are Closed

%d bloggers like this: