દાહોદ જિલ્લામાં 8 મહિલા, 17 પુરુષ સહિત 25 પોઝિટિવ કેસ

  • સંક્રમિતોમાં 50થી 85ની ઉમરના 10 જ્યારે 17થી 49 ઉમરના 15 દર્દી

દિવ્ય ભાસ્કર

Jul 26, 2020, 04:00 AM IST

દાહોદ. જિલ્લામાં શનિવારે પણ 25 નવા કેસો સાથે શહેર અને જિલ્લામાં સતત વધતા કેસને લઈને હાહાકાર મચ્યો છે. આ સાથે નવા 25 પોઝિટિવ કેસો સાથે કુલ આંકડો 394 સુધી પહોંચ્યો છે. દાહોદ જિલ્લામાં 237 એક્ટીવ કેસ રહેવા પામ્યા છે.

દાહોદ જિલ્લામાં શનિવારે શહેરના ખેરુનબેન ઢીલાવાલા, યુસુફભાઈ ટ્રંકવાલા, મન્નાનભાઈ મંડોરવાલા, કનૈયાલાલ પ્રજાપતિ, પ્રજ્ઞેશભાઈ બેન્કર, અબ્દુલભાઈ શેખ, આશિષ બામણિયા, ઉમ્મેહાની ચુનાવાલા, પૂર્વાબેન ત્રિપાઠી, સરલાબેન દરજી, નવલસિંહ પ્રજાપતિ, સુભદ્રાબેન પ્રજાપતિ, નૈનેશ પરમાર, રાહુલ પરમાર, અબ્દુલતૈયબ બાંડીબારવાલા, હુસેનભાઈ દલાલ, વિનોદભાઈ મોઢિયા, નર્મદાબેન રોઝ, ફાતેમા દાહોદવાલા, રાજેશકુમાર સોની, સુરેશ પટેલ, રાહુલ ચૌહાણ, નિકલ ભાભોર અને ફાતેમા કાપડીયા પોઝિટિવ જાહેર થયા હતા. આ સાથે પાંચવાડા ગામના નયનેશ પરમાર, ગુલાબભાઇ પરમાર, પેથાપુરના શુભદ્રાબેન પ્રજાપતિ, નવલસિંગ પ્રજાપતિ,લીમડીના રાહુલ ચૌહાણ, રાજેશકુમાર સોની, ટાંડીના નીપલભાઇ ભાભોર, ઝાલોદના ફાતેમા કાપડિયા, દેલસરના આશિષકુમાર બામણિયા પણ પોઝિટિવ આવ્યા હતાં.

પતરાં મારવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી
આમ, શનિવારે જાહેર થયેલા 25 દર્દીઓ પૈકી 16 વ્યક્તિઓ દાહોદ શહેરી વિસ્તારના અને 9 જણા ગ્રામ્ય વિસ્તારોના છે. આ વ્યક્તિઓમાં 8 મહિલા અને 17 પુરૂષનો સમાવેશ થાય છે. તેમાં 50થી 85 વર્ષની ઉમર ધરાવતા 10 અને 17થી 49 ઉમરના 15 લોકોનો સમાવેશ થાય છે. જાહેર થયેલ નવા 25 કેસોના સંપર્કમાં આવેલ વ્યક્તિઓના ટ્રેસીંગની અને પાલિકા તંત્ર દ્વારા સેનેટાઈઝિંગ અને શહેરમાં જે તે દર્દીઓને ત્યાં પતરાં મારવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.






Related News

Comments are Closed

%d bloggers like this: