દાહોદ જિલ્લામાં 3 સ્થળેથી Rs. 9.78 લાખનો દારૂ જપ્ત

અંતેલા, જાલત, ખોડવાની ઘટના બે જીપ અને એક કાર જપ્ત કરવામા આવી : ત્રણેના ચાલક ફરાર

  • Dahod - દાહોદ જિલ્લામાં 3 સ્થળેથી Rs. 9.78 લાખનો દારૂ જપ્ત

    દાહોદ જિલ્લામાં અંતેલા, જાલત અને ખોડવા ગામે ફોર વ્હીલ વાહનોમાં હેરાફેરી કરવામાં આવતો 9.78 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે ત્રણે વાહન જપ્ત કર્યા હતાં પરંતુ તેના ચાલકો ફરાર થવામાં સફળ રહ્યા હતાં. આ બનાવો અંગે સબંધિત પોલીસ મથકે ગુના દાખલ કરવામાં આવ્યા હતાં.

    દેવગઢ બારિયા તાલુકાના અંતેલા ગામે રાત્રે પીએસઆઇ બી.જી રાવલ સહિતના સ્ટાફે નાકાબંધી કરી હતી. પોલીસને જોઇને નંબર વગરની જીપ મુકીને ચાલક અંધારાનો લાભ લઇને ફરાર થઇ ગયો હતો. તલાશી દરમિયાન જીપમાંથી પોલીસને 4,06,590રૂપિયાની વિદેશી દારૂની 2826 બોટલો મળી આવી હતી. પોલીસે ત્રણ લાખ રૂપિયાની જીપ પણ જપ્ત કરીને જીપના માલિક અંગેની તપાસ શરૂ કરી છે. દાહોદ તાલુકાના જાલત ગામે જીજે-06-એએ-6686 નંબરની એસ્ટીમ કારનો ચાલક સાંજના સાડા સાત વાગ્યાના અરસામાં હાઇવે ઉપર પોલીસને જોઇને નાસી છુટ્યો હતો. પોલીસને કારમાંથી વિદેશી દારૂની 489 બોટલો મળી આવી હતી. 70830 રૂપિયાનો દારૂ જપ્ત કરીને કતવારા પોલીસે તપાસ હાથ ધરી છે. દાહોદ તાલુકાના ખોડવા ગામે એલસીબીએ શંકાના આધારે એક બોલેરો જીપ રોકતાં તેનો ચાલક પણ ભાગી છુટ્યો હતો. જીપમાંથી 6048 નંગ દારૂની બોટલો કિમત રૂપિયા 5,01,120 રૂપિયાની મળી આવી હતી. આ સાથે તાડપત્રી, દોરડુ પણ કબજે લીધુ હતું. કોન્સ્ટેબલ નીતેશકુમારની ફરિયાદના આધારે દાહોદ તાલુકા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: