દાહોદ જિલ્લામાં 10 નવા સંક્રમિત દર્દીઓ નોંધાયા
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
- સપ્તાહમાં દર્દીઓનો આંક 106 પર પહોંચ્યો
- દાહોદ તાલુકાની 6, ઝાલોદની 2 અને દે. બારીયાની 2 વ્યક્તિઓ પોઝિટિવ આવ્યા
દાહોદ જિલ્લામાં રવિવારે કોરોના નવા 10 કેસ નોંધાયા હતા. દાહોદ આરોગ્ય વિભાગ દ્વારા થયેલ જાહેરાત અનુસાર રેગ્યુલર ટેસ્ટના 208 સેમ્પલો લેવાયા હતા જેમાંથી 4 વ્યક્તિઓ પોઝિટિવ જાહેર થયા હતા. તો 1396 રેપીડ સેમ્પલો પૈકી 6 વ્યક્તિઓ પોઝિટિવ જાહેર થયા હતા. તા. 30.8.20 ને રવિવારના રોજ રેગ્યુલર ટેસ્ટમાં 4 પોઝિટિવ આવ્યા હતા, તો રેપીડ ટેસ્ટમાં 6 પોઝિટિવ જાહેર થયા હતા.
રવિવારે સુનિતાબેન ચૌહાણ, સલોનીબેન સાધુ, અબ્દુલભાઇ કુરેશી, તરૂણકુમાર ડે, ઝુલ્ફીકારભાઈ, દીપકભાઈ નાપડે, દિવ્યાંગભાઈ વાળંદ,, નેવારભાઈ સાતભાઈ, અરવિંદાબેન લબાના અને અરૂણભાઇ કથાલિયા પોઝિટિવ જાહેર થયા હતા. રવિવારે જાહેર થયેલ 10 વ્યક્તિઓ પૈકી દાહોદ તાલુકાના 6, ઝાલોદના 2 અને દેવગઢ બારીયાના 2 વ્યક્તિઓ પોઝિટિવ આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સોમવારથી રવિવાર સુધીના એક સપ્તાહમાં દાહોદ જિલ્લામાં કોરોનાના 106 નવા કેસ નોંધાયા હતા.
0
Related News
વિજયોત્સવ: દાહોદ પાલિકામાં સળંગ છઠ્ઠી વખત ભગવો લહેરાયો; 10 જુના અને 26 તદ્દન નવા નગરસેવકો ચૂંટાયા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ36 મિનિટ પહેલાRead More
વિવાદ: મીરાખેડીમાં એજન્ટ ઉપર લાકડી-પાઇપથી હુમલો; બે ગાડીઓની તોડફોડ કરાઇ, છ વ્યક્તિઓ સામે ફરિયાદ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ36 મિનિટ પહેલાRead More
Comments are Closed