દાહોદ જિલ્લામાં સોમવારે કોરોનાના નવા 6 દર્દી નોંધાયા

દાહોદએક દિવસ પહેલા

  • કૉપી લિંક
  • જિલ્લામાં 1732 કોરોનાગ્રસ્તો પૈકી 1591 લોકોને ડિસ્ચાર્જ
  • 69 લોકોના મૃત્યુ અને એક્ટિવ કેસોની સંખ્યા 68 થઇ

દાહોદ જિલ્લામાં તા.19 ઓક્ટોબર સોમવારે કોરોનાના નવા 6 કેસ નોંધાયા હતા. જેમાં ઝાલોદના 6 દર્દીઓ સહિત દાહોદ અને દેવગઢ બારીયાના 1-1 દર્દી કોરોનાગ્રસ્ત હોવાનું નોંધાયું હતું. તારીખ 19 ઓક્ટોબરના રોજ જાહેર થયા મુજબ Rtpcr ટેસ્ટના261 સેમ્પલો પૈકી એકેય પોઝિટિવ દર્દી નોંધાયો ન હતો. તો રેપીડના 1152 સેમ્પલો પૈકી તમામ 6 દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા.

દાહોદ જિલ્લાના સાજા થઈ ચુકેલા વધુ 5 લોકોને સોમવારે ડિસ્ચાર્જ અપાયું હતું. દાહોદ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાગ્રસ્ત જાહેર થયેલ 1732 લોકો પૈકી સાજા થઈ ચુકેલ કુલ 1591 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 69 કોરોનાગ્રસ્ત વ્યક્તિઓના મૃત્યુ થવા પામ્યા છે. અને આ સાથે હવે એક્ટિવ કેસોની સંખ્યા 68 થવા પામી છે‌.






Related News

Comments are Closed

%d bloggers like this: