દાહોદ જિલ્લામાં સીઝનનો 66.87 % વરસાદ નોંધાયો, તાલુકામાં સીઝનનો 83.22 % વરસાદ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ ગરબાડા તાલુકામાં સૌથી વધુ 86.75 % વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જ્યારે કે દાહોદ તાલુકો 83.22 % વરસાદ સાથે જિલ્લામાં દ્વિતીય ક્રમાંકે આવે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગયા વર્ષે 31 ઓગસ્ટ સુધીમાં દાહોદ તાલુકામાં સીઝનનો સરેરાશ વરસાદ 106.96 % થઈ ચુક્યો હતો.

તેની સામે ચાલુ વર્ષે કુલ 635 મિમી એટલે કે આશરે 25 ઈંચ સીઝનની સરેરાશના 86.22 % વરસાદ નોંધાયો છે. જે ગયા વર્ષે 31 ઓગસ્ટ સુધીમાં 799 મિમી નોંધાયો હતો. તો આ વર્ષે સરેરાશ વરસાદના માત્ર 39.50 % વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સૌથી ઓછો વરસાદ સીંગવડ તાલુકા ખાતે માત્ર 314 મિમી નોંધાયો છે.

0


Related News

Comments are Closed

%d bloggers like this: