દાહોદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ : દાહોદ સહિત લીમખેડા, પીપલોદ, ગરબાડા, દેવગઢ બારીયા, ઝાલોદ, ફતેપુરા, સંજેલી અને ધાનપુરમાં પણ વરસાદ વરસ્યો

 
 
વાતાવરણમાં થઈ ઠંડક, અસહ્ય ગરમીથી લોકોને મળ્યો છુટકારો, દાહોદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા દાહોદ સહિત લીમખેડા, પીપલોદ, ગરબાડા, દેવગઢ બારીયા, ઝાલોદ, ફતેપુરા, સંજેલી અને ધાનપુરમાં પણ વરસાદ વરસી રહ્યો છે. દાહોદમાં બીજા રાઉન્ડમાં મેઘરાજાની પધરામણી થઈ,
સવારથી જ વરસાદ વરસતા દાહોદમાં ઘટાદાર વાદળ છવાયા, દાહોદના નિચાણ વાળા વિસ્તારો ભરાયા પાણી, એક જ વરસાદમાં ગટરો ચોકપ થતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં નગર પાલિકાની પ્રિમોન્સૂનની કામગીરીની ખુલી પોલ, દાહોદ સ્ટેશન રોડ વિસ્તારમાં મુખ્ય માર્ગ પર છેલ્લા 15 વર્ષ કરતા વધુ સમય થી મુખ્ય માર્ગ પર ભરાય છે પાણી, પાલિકાની પોકળ કામગીરીથી રહીશો નારાજ. વહીવટી તંત્રએ સ્ટેશન રોડ પર M. Y હાઈસ્કૂલ પાસે ભરાતા પાણી ના નિકાલનો કાયમી રસ્તો શોધવો જ પડે, બાળકોને વરસાદમાં પડે છે ખૂબ મુશ્કેલી. દાહોદની જનતા દ્વારા અનેકો વખત થઈ ચૂકી છે આ બાબતે રજુઆતો અને માત્ર કાગળ પર જ દોડે છે પાલિક તંત્ર ના ઘોડાઓ. આ બાબતે દાહોદ કલેકટરે જાતે ધ્યાન આપવાની જરૂર છે અને જો અતિ ભારે વરસાદ પડે તો આ માર્ગ પર નીકળવું ખૂબ મુશ્કેલ બની જાય છે. દાહોદમાં હજી પણ કાળા ડિબાંગ વાદળો છવાયેલા છે અને વરસાદ પડી રહ્યો છે અને હજી પણ વરસાદ વધુ પડે તેવી શક્યતાઓ છે, ગામડામાં ખેડૂતોમાં આનંદ આવતા ખેડૂતોએ વાવણીની કરી શરૂઆત


Related News

Comments are Closed

%d bloggers like this: