દાહોદ જિલ્લામાં શનિવારે ચોમાસું મન મૂકીને જામ્યું

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદમાં વરસાદથી નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા

દાહોદ જિલ્લામાં શનિવારે સવારથી જ પહેલીવખત ચોમાસાની ધમાકેદાર જમાવટ જોવા મળી હતી. શનિવારે સવારે 6 થી સાંજે 4 વાગ્યા સુધીમાં દાહોદ શહેર સહિત જિલ્લાના અનેક ભાગોમાં ઓછેવત્તે અંશે વરસાદ નોંધાયો હતો.

દાહોદ ખાતે 69 મિમી એટલે આશરે 3 ઇંચ વરસાદ ખાબક્યો
દાહોદ તાલુકામાં શુક્રવારની મધરાતથી સવાર સુધીમાં પણ ઝરમર ધારે વરસાદ બાદ સવારથી બપોરે 4 સુધીમાં દાહોદમાં મોટા ઝાપટા સ્વરૂપે વરસાદની મહેર થવા પામતા આ દરમ્યાન પણ દાહોદ ખાતે 69 મિમી એટલે આશરે 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. તો બાદમાં પણ સતત વરસાદી ઝરમર ચાલુ રહેવા પામી હતી. આ સાથે જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ ગણેશ ચતુર્થીના પાવન પર્વે દિવસભર વરસાદની રમઝટ ચાલુ રહેવા પામી હતી. જિલ્લાના મોટાભાગના નદીનાળા છલકાઈ જવા સાથે ધરતીપુત્રોમાં પણ ખુશી વ્યાપી હોવાની માહિતી મળી છે.

જિલ્લામાં સૌથી વધુ વરસાદ દાહોદ તાલુકામાં નોંધાયો
દાહોદમાં મેઘરાજાની કૃપા અવિરત રહેતા શનિવારે સવાર 6 થી સાંજના 4 સુધીમાં દાહોદ જિલ્લાના દાહોદ તાલુકામાં સૌથી વધુ 69 મિમી વરસાદ નોંધાયો હતો. તો જિલ્લાના ફતેપુરામાં 15 મિમી, ઝાલોદમાં 24 મિમી, સંજેલીમાં 36 મિમી, ધાનપુરમાં 15 મિમી, દેવગઢ બારીયામાં 11 મિમી, સીંગવડમાં 33 મિમી, ગરબાડામાં 31 મિમી અને લીમખેડામાં 20 મિમી વરસાદ નોંધાયો હતો.

0






Related News

Comments are Closed

%d bloggers like this: