દાહોદ જિલ્લામાં વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા ઠેર ઠેર શોભા યાત્રા કાઢી રામ નવમીની ધામધૂમથી ઉજવણી કરાઈ
KEYUR PARMAR – DAHOD BUREAU
દાહોદ જિલ્લામાં દર વર્ષની જેમ વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા રામ નવમીની જિલ્લાના મુખ્ય મથક દાહોદ અને તાલુકા મથક ઝાલોદ, ફતેપુરા, દેવગઢ બારીયા, સુખસર અને સંજેલીમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. દાહોદ શહેરમાં દાહોદ વિશ્વ હિન્દૂ પરિષદ સંચાલિત શ્રીરામજી મંદિર ખાતે સવારે વહેલા પૂજા કરવામાં આવી ત્યારબાદ ભેગા મળી અને મંદિરેથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભા યાત્રામાં વિશ્વ હિન્દૂ પરિષદના દાહોદ જિલ્લાના મંત્રી, વિશ્વ હિન્દૂ પરિષદ બજરંગ દળના અધ્યક્ષ, ગૌ રક્ષાના અધ્યક્ષ તેમજ આમંત્રિત મેહમાનો તથા વિશ્વ હિન્દૂ પરિષદના કાર્યકર્તા મોટી સંખ્યમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ પણ આ યાત્રામાં જોડાયા હતા. આ યાત્રામાં “રામ મંદિર વહી બનેગા”, “દેશ નહિ બટને દેંગે ઓર નાંહિ કટને દેંગે” જેવા નારાઓ ગૂંજ્યા હતા. આ યાત્રા દાહોદ સિવિલ કોર્ટ રોડ ખાતે આવેલ રામજી મંદિરથી નીકળી ડબગરવાસ થઇ અને દોલતગંજ બજારથી પડાવ થઇ ગાંધી ચોકમાંથી માણેકચોક વાળા રાતે પરત કોર્ટ રોડ ઉપર આવી હતી. અને શોભાયાત્રા પછી મહા પ્રસાદી રાખવામાં આવેલ હતી. દાહોદ અને દેવગઢ બારિયામાં પણ યાત્રા નીકળી હતી અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા દાહોદમાં રામ નવમીએ આવી રીતે પૂરા જિલ્લામાં જુદી જુદી રીતે રામ નવમી ધામ ધૂમથી ઉજવવવામાં આવે છે.
Related News
દાહોદ જિલ્લામાં મહત્વકાંક્ષી જિલ્લા અંતર્ગત ONGC દ્વારા CSR કાર્યક્રમો શરૂ કરાયા
દાહોદ જિલ્લામાં મહત્વકાંક્ષી જિલ્લા અંતર્ગત ONGC દ્વારા CSR કાર્યક્રમો શરૂ કરાયા. તાજેતરમાં દાહોદ જિલ્લાને ભારતRead More
હોલી જોલી ગૃપ દાહોદ દ્વારા પુલવામામાં આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા 42 CRPF ના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે તા.૧૫/૦૨૨/૨૦૧૯ શનિવારના રોજ પુલવામામાં આંતકવાદી હુમલામાં માર્યાRead More
Comments are Closed