દાહોદ જિલ્લામાં વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી, વિશાળ જનજાગૃત્તિ રેલીમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો

 THIS NEWS SPONSORED BY  : RAHUL MOROTS
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેરમાં ૩૧ મે ના દિવસે વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણીના ભાગરૂપે એક વિશાળ રેલીનું આયોજન ડિસ્ટ્રીકટ ટોબેકો કન્ટ્રોલ સેલ, જિલ્લા પંચાયત, દાહોદ દ્વારા કરવામાં આવ્યુ હતુ. તાલુકા શાળા, દાહોદ ખાતેથી કલેકટર વિજય ખરાડી, જિલ્લા પોલીસ વડા હિતેષ જોયસર, જિલ્લા વિકાસ અધિકારી આર.કે. પટેલ તથા ડિસ્ટ્રીકટ નોડલ ઓફિસર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા હાજર અધિકારીઓએ લીલી ઝંડી બતાવી જનજાગૃત્તિ રેલીનું પ્રસ્થાન કરાવ્યુ હતું.
વિવિધ સૂત્રો અને બેનરો સાથે વિશાળ જનજાગૃત્તિ રેલી શહેરના જુદાજુદા રસ્તાઓ પર પરિભ્રમણ કર્યુ હતુ. ‘જિંદગીને હા કહો, તમાકુને ના’ એવા ચોટદાર સૂત્રો સાથે નીકળેલી રેલીએ લોકોમાં આર્કષણ જમાવ્યું હતુ. તમાકુના વ્યસનથી શારીરિક, માનસીક નુકશાન તો થાય જ છે પરંતુ પેશીવ સ્મોકીગ એટલે કે બીડી સીગારેટના ધૂમાડા સ્વજનોને પણ એટલા જ નુકશાન કરે છે. તમાકુના વ્યસનથી થતા નુકશાનથી લોકોને વાકેફ કરવામાં આવ્યા હતા. રેલીમાં શાળા કોલેજના વિધાર્થીઓ તથા પ્રજાપિતા બ્રહ્માકુમારી સંસ્થાના સંચાલક તથા કાર્યકરોએ તથા વિવિધ સરકારી કચેરીના કર્મચારીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ તથા પત્રકારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બેન્ડબાજા સાથે નીકળેલી રેલીમાં સામન્ય લોકોએ પણ રસપૂર્વક ભાગ લીધો હતો. શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી રેલીનું પંડીત દીનદયાલ ઓડીટોરીયમ ખાતે પ્રાંસગિક ઉદ્દબોધન બાદ સમાપન કરવામાં આવ્યુ હતુ. જનજાગૃત્તિ માટે વિશાળ રેલીનું આયોજન ડિસ્ટ્રીકટ ટોબેકો કન્ટ્રોલ સેલ, જિલ્લા પંચાયત, દાહોદ દ્વારા કરવામાં આવ્યુ છે.


Related News

Comments are Closed

%d bloggers like this: