દાહોદ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ડિજિટલ ઉજવણી

  • ઝાલોદ અને ગરબાડામાં આદિવાસી વીર શહીદોને યાદ કર્યા

દિવ્ય ભાસ્કર

Aug 10, 2020, 04:00 AM IST

દાહોદ. દાહોદ જિલ્લાના ઝાલોદમાં સાંસદ જસવંતસિંહ ભાભોર અને ગરબાડામાં રાજય મંત્રી બચુભાઇ ખાબડની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી વીજયભાઇ રૂપાણી સાથે સાથે ડિઝિટલ માધ્યમથી જોડાઇને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઇ હતી.

સાંસદ જસવંતસિંહ ભાભોરે આદિવાસી અસ્મિતા માટે શહીદ થનારા ગોવિંદ ગુરૂ અને વીર બિરસા મુંડાને પુષ્પાજંલી આપી યાદ કર્યા હતા.કડાણામાંથી દાહોદને પાણી આપવા માટે ૧૧૦૦ કરોડ મંજૂર કર્યા છે. હાંફેશ્વર યોજના પણ ઝડપથી પૂરી થવામાં છે. રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડે ગરબાડામાં કહ્યું કે વિશ્વ આદિવાસી દિન આદિવાસીઓની સંસ્કૃતિની આગવી પહેચાન છે. બંને સ્થળે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ, રમતવીરોનું સન્માન ,વનબંઘુ ઉદ્યોગ સાહસીને લોન સહાયની મંજૂરી પત્રનું વિતરણ, વિવિધ યોજનાના મંજૂરીપત્ર આપવામાં આવ્યા હતાં.






Related News

Comments are Closed

%d bloggers like this: