દાહોદ જિલ્લામાં વિવિધ સ્થળે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાશે
દિવ્ય ભાસ્કર
Aug 08, 2020, 04:00 AM IST
દાહોદ. આદિવાસી સમાજની સંસ્કૃતિ-પરંપરા-અસ્મિતાને ટકાવી રાખવા માટે પ્રતિવર્ષ તારીખ 9 ઓગષ્ટના રોજ સયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા જાહેર કરવામાં આવેલા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. દાહોદ જિલ્લામાં પણ વિવિધ સ્થળે આ ગૌરવવંતા દિવસની ઉજવણી મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. જેમાં ગરબાડાના તાલુકા પંચાયત સભાખંડ ખાતેના કાર્યક્રમમાં રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ, ફતેપુરાના એપીએમસી સભાખંડ ખાતે રાજ્ય મંત્રી જયદ્વથસિંહ પરમાર, એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલ, ખરેડી, દાહોદ ખાતે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇ, મોડેલ સ્કુલ, લીમખેડા ખાતે ગુજરાત ઔધોગિક વિકાસ નિગમ, ગાંધીનગરના ચેરમેન બળવંતસિંહ રાજપુત ઉપસ્થિત રહેશે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed