દાહોદ જિલ્લામાં વધુ17 સાથે કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 1250 થઇ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર

  • માજી ધારાસભ્ય અને તેમના પરિવારજનો કોરોનાગ્રસ્ત
  • સાજા થયેલા વધુ 19 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા

દાહોદ જિલ્લામાં રવિવારે માજી ધારાસભ્ય અને તેમના પરિવારજનો સહિત 17 નવા કેસ નોંધાયા હતા. Rtpcr ટેસ્ટના 313 સેમ્પલો પૈકી 8 અને રેપીડ ટેસ્ટના 1901 સેમ્પલો પૈકી 9 કેસ પોઝિટિવ આવ્યા હતા.

એક સપ્તાહમાં નવા દર્દીઓની સંખ્યા 92 થવા પામી છે
તા.6.9.’20 ને રવિવારે પોઝિટિવ જાહેર થયેલ દર્દીઓમાં રુકમણીબેન શાહ, કેયુરભાઈ શાહ, કમળાબેન પટેલ, રાકેશભાઈ રાઠોડ, માજી ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા, જયરાજભાઇ ભુરીયા, યશોદરાબેન ભુરીયા, નરેશભાઈ ભુરીયા, દેવસીંગ ગરાસીયા, વાલસીંગભાઇ ચરપોટ, બુરહાનુદ્દીન બુરહાની, કાળુભાઇ પરમાર, દિલીપભાઇ મેડા, ગીરીશભાઈ કટારીયા, ફાલ્ગુનીબેન પંચાલ, હર્ષવર્ધન રાઠોડ અને મહેશભાઈ પ્રજાપતિ નામે 17 વ્યક્તિઓ પોઝિટિવ જાહેર થયા હતા. આ સાથે અત્યાર સુધીના કુલ પોઝિટિવ દર્દીની સંખ્યા 1250 ઉપર પહોંચી જવા પામી છે. તો રવિવારે વધુ 19 સાજા થયેલા દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. સોમવારથી રવિવાર સુધીના એક સપ્તાહમાં નવા દર્દીઓની સંખ્યા 92 થવા પામી છે.

0






Related News

Comments are Closed

%d bloggers like this: