દાહોદ જિલ્લામાં વધુ 31 કોરોના પોઝિટિવ : રેપિડ ટેસ્ટમાં 13 કેસ

  • રેપિડ ટેસ્ટમાં પોઝિટિવ આવેલા યુવકનું નિધન, એટેક આવ્યો હોવાની વાત, એક્ટિવ સંખ્યા 320 થઇ

દિવ્ય ભાસ્કર

Jul 31, 2020, 04:00 AM IST

દાહોદ. કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યામાં પારાવાર વૃદ્ધિ થતા ગુરુવારે 31 નોંધાતા લોકોમાં હડકંપ મચી જવા પામ્યો છે. આ સાથે છેલ્લા કેટલાક દિવસથી નોંધાય છે તેમ ગુરુવારે તા.30.7.’20 ના રોજ નોંધાયેલા 31 કેસ મહત્તમ કેસ તો માત્ર દાહોદ શહેરના આવ્યા છે. ​​​​​​​

જિલ્લામાં કુલ 38 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો
​​​​​​​
દાહોદમાં ગુરુવારે નોંધાયેલા કેસોમાં અજીજભાઈ મીલ્લામીઠા, સોહીનીબેન શેઠ, અભિષેક સોની, મુનીરાબેન કંજેટાવાલા, સાધનાબેન શાહ, વિપુલકુમાર શાહ, સુગરાબેન ઉજ્જૈનવાલા, ભરતકુમાર પંચાલ, સાબેરાબેન પેથાપુરવાલા, દિલીપભાઈ દેસાઈ, રાયસાબેન મોગલ, રાયસા મોગલ, તૃષારકુમાર ચૌહાણ, ઉર્જા સોની, મહંમદ નગદી, કુતબુદ્દીન ભગત, નફીસાબેન ભગત અને સુરેશચંદ્ર અગ્રવાલ વગેરે વ્યક્તિઓ કોરોના પોઝીટીવ જાહેર થયા હતા. આ સાથે 13 વ્યક્તિ એવા હતા રેપિડ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા હતા. દાહોદ જિલ્લામાં હવે કોરોનાગ્રસ્ત વ્યક્તિઓનો કુલ આંક 561 થવા સાથે હવે એક્ટીવ કેસોની સંખ્યા 321 પર પહોંચી છે અને કોરોનાથી અત્યાર સુધી દાહોદ જિલ્લામાં કુલ 38 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

દાહોદ જિલ્લામાં 9 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા
દાહોદ જિલ્લામાં નવા 31કોરોના પોઝિટિવ દર્દીઓની સામે સાજા થયેલા નવ વ્યક્તિઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હતું.તેમાં ગુંજન શાહ, સકીનાબેન મુલ્લામીઠાવાલા, તરુલતાબેન બારીયા, મહેશભાઈ હરિજન નર્મદાબેન હરિજન, દિનેશભાઈ ભરવાડ, સુરેશભાઈ ભરવાડ, મુકેશભાઈ પ્રજાપતિ અને રમીલાબેન સંગાડીયાને ડિસ્ચાર્જ અપાયું હતું.

રેપિડ ટેસ્ટના આંકડા જાહેર કરવા જોઇયે
દાહોદ જિલ્લામાં કોરોના પોઝિટિવ આવેલા લોકોનું લિસ્ટ જાહેર કરાય છે પરંતુ રેપીડ ટેસ્ટના આંકડા જાહેર કરવામાં આવતા નથી. રેપીડ ટેસ્ટના પણ હવે લોકો પોઝિટિવ આવી રહ્યા છે ત્યારે કુલ કેસ અને એક્ટિવ કેસના આંકડાનો મેળ જ નથી ખાઇ રહ્યો. ગુરુવારના રોજ રેપીડ ટેસ્ટમાં13 લોકો પોઝિટિવ આવ્યા સિવાય પણ અન્ય 11 લોકો પણ પોઝિટિવ આવ્યા હોવાનું આધારભૂત સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.






Related News

Comments are Closed

%d bloggers like this: