દાહોદ જિલ્લામાં લગ્નના ઇરાદે યુવતી અને સગીરાનું અપહરણ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
- યુવતીની દુષ્કર્મી તથા અપહરણમાં મદદ કરનારા મિત્રો સામે ફરિયાદ
છાપરી તળાવનો અજય કાળુ નીનામા વિનોદ ભુરીયા તથા અન્ય એક ઇસમ મળી બે મિત્રોની મદદથી તા.18મીના રોજ 11 વાગે દાહોદ નજવજીવન કોલેજ પાસેથી એક 21 વર્ષિય યુવતીને પોતાની પત્ની બનાવવા માટે બળજબરી પૂર્વક ફોર વ્હીલ ગાડીમાં બેસી અપહરણ કરી પાવાગઢ લઇ ગયો હતો. જ્યાં પાવાગઢ બસ સ્ટેશનમાં અજય નીનામાએ યુવતીની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યુ હતું. અજયના ચુંગાલમાંથી ભાગી યુવતીએ દાહોદ તાલુકા પોલીસ મથકે દુષ્કર્મ આચરનાર તથા અપહરણમાં મદદ કરનાર તેના મિત્રો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
અપહરણના બીજા બનાવમાં દેવગઢ બારિયા તાલુકાના આકલી ગામનો કોયા ઉર્ફે કલસિંગ બારિયા તા.10મીના રોજ સાંજે તાલુકાના એક ગામની 14 વર્ષ અને 5 મહિનાની તરૂણીને પોતાની પત્ની તરીકે રાખવા માટે અપહરણ કરી લઇ ગયો હતો. આ બાબતની જાણ પરિવારને થતાં સગીરાની શોધખોળ કરી હતી પરંતુ કોઇ પતો લાગ્યો ન હતો. આ દરમિયાન આકલી ગામનો કોયા ઉર્ફે કલસિંગ બારિયા પત્ની બનાવવા માટે સગીરાનું અપહરણ કરી લઇ ગયો હોવાનું જાણવા મળતાં સગીરાના પિતાએ સાગટાળા પોલીસ મથકે કોયા બારિયા વિરૂદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed