દાહોદ જિલ્લામાં બે સ્થળેથી દારૂ સાથે 2 કિશોર સહિત 3 ઝડપાયા

લીમખેડા2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ભથવાડા ટોલનાકાથી 1.29 લાખના મુદ્દામાલ સાથે મ.પ્ર.નો યુવક ઝડપાયો
  • લીમખેડાના સર્કિટ હાઉસ ચોકડી ઉપરથી દારૂ સાથે બે કિશોરની ધરપકડ

દાહોદ જિલ્લાના ભથવાડા ટોલનાકા ઉપરથી બપોરના સમયે કારમાં લઇ જવાતો દારૂ, કાર મોબાઇલ મળી 1.29 લાખના મુદ્દામાલ સાથે મધ્યપ્રદેશના યુવક તેમજ લીમખેડાના સર્કીટ હાઉસ ચોકડી ઉપરથી દારૂ સાથે બે કિશોરને ઝડપી પાડ્યા હતા.દેવગઢ બારિયા પોલીસ સ્ટાફ બપોરેે ભથવાડા ટોલનાકા પર વોચ ગોઠવી ઉભા હતા. ત્યારે કાર આવતાં તેને રોકાવી ડ્રાઇવર ભાભરા તાલુકાના છોટાવટાનો કૈલાશ ખરાડીયાની પુછપરછ કરતાં સંતોષકારક જવાબ નહી આપતાં પોલીસે કારમાં તલાસી લીધી હતી. તલાસી દરમિયાન કારમાંથી દારૂ 28,025 મળ્યો હતો.

પ્રોહી મુદ્દામાલ તથા 1 લાખની કાર તથા મોબાઇલ મળી કુલ 1,29,025ના મુદ્દામાલ સાથે યુવકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે લીમખેડા પોલીસે પાલ્લી સર્કીટ હાઉસ ચોકડી પાસે બે શખ્સ દારૂ લઇને ઉભા છે. જેના આધારે થેલી લઇને ઉભેલા ઝાલોદ તાલુકાના કાંકરાકુવા ગામના17 વર્ષિય હિરેન તાજસીંગ ડામોર તથા ચાકલિયા ગામના 17 વર્ષ અને 9 મહિનાના ભાવેશકુમાર પરથીંગ પણદા નામના બે કિશોરને કોર્ડન કરી ઝડપી પાડ્યા હતા. જ્યારે તેમની પાસેના થેલાની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની 70 બોટલ જેની કિંમત 8070ની મળી આવી હતી. થેલામાંથી દારૂ મળી આવતાં લીમખેડા પોલીસે બન્ને કિશોરની ધરપકડ કરી તેમની વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.






Related News

Comments are Closed

%d bloggers like this: