દાહોદ જિલ્લામાં બે દિવસમાં 47 કોરોના પોઝિટિવ કેસ, નવા 26 કેસ નોંધાયા

દિવ્ય ભાસ્કર

Aug 14, 2020, 04:00 AM IST

દાહોદ. તા. 12 અને 13 ઓગષ્ટના બે દિવસો દરમિયાન કુલ મળીને 47 લોકો કોરોના પોઝિટિવ જાહેર થવા પામ્યા હતા. તા.12ના રોજ ફાતેમાબેન પીટોલવાલા, રાજેશભાઈ શાહ, મુકેશભાઈ પંચાલ, ભંવરલાલ ચૌહાણ, નિર્મલાબેન રાવત, લીલાબેન રાવત, ભરતભાઈ ચારેલ અને મહેશભાઈ પટેલ Rtpcr ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા હતા.

નવા 26 કેસ પોઝિટિવ જાહેર થયા
તો વીણાબેન ત્રિપાઠી, અજયભાઈ સોલંકી, મુકેશભાઈ દેસાઈ, કવિતાબેન કસાવર, પ્રદીપભાઈ કોડીયા, શિરીષભાઈ પંચાલ, મિલનભાઈ પંચાલ, અંજલીબેન પંચાલ, રાકેશ ભાઈ પરમાર, મીનાક્ષીબેન નમે તે સાંવરીયા, નંદિની બેન સાવરીયા, મોહનભાઈ પ્રજાપતિ, મુકેશભાઈ બામણ નામે તે વ્યક્તિઓ પોઝિટિવ જાહેર થયા હતા. આમ, જન્માષ્ટમીએ કુલ મળી 22 વ્યક્તિઓ કોરોના પોઝિટિવ જાહેર થવા પામ્યા હતા. તો ગુરૂવાર તા.13.8.20 ના રોજ પણ નવા 26 કેસ પોઝિટિવ જાહેર થયા હતાં. ગુરુવારે ગરબાડાના નવા 7 કેસ સાથે 25 કેસ પોઝિટિવ નોંધાયા હતા.

7 વ્યક્તિઓ રેગ્યુલર ટેસ્ટમાં પોઝિટિવ હતા
રેગ્યુલર ટેસ્ટના 241 સેમ્પલ પૈકી 7 અને રેપીડ ટેસ્ટના 1053 સેમ્પલ પૈકી 18 વ્યક્તિઓ પોઝિટિવ નોંધાયા હતા. દાઉદભાઈ નાયા, પ્રકાશભાઈ બારીયા, શાંતાબેન લબાના, મધુસુદનભાઈ લબાના, જીજ્ઞેશભાઈ ભુરીયા, હરેશભાઈ ડામોર અને નવીનભાઈ પાટીયા નામે 7 વ્યક્તિઓ રેગ્યુલર ટેસ્ટમાં પોઝિટિવ હતા. તો રવિજા દેસાઈ, મુકેશભાઈ દેસાઈ, અજીજભાઈ દૂધિયાવાલા, બિપીનભાઈ ‌સોની દાહોદના અને સોનલ બારીયા બાલકૃષ્ણ સોની, તીર્થરાજ સોની, વિભાબેન સોની, નીતિનકુમાર સોની, પ્રિયંકાબેન સોની, કાજલબેન સોલંકી, દીપમાલાબેન પરમાર, વિજયભાઈ પંચાલ, રમણભાઈ મોરી, ગંગાબેન મોરી, રૂક્ષમણીબેન નથવાણી, ગણપત બારિયા તથા નીરવભાઈ સોની પોઝિટિવ આવ્યા હતા.

ગરબાડામાં પરિવારના 5 સભ્યો સહિત તાલુકામાં કોરોનાના 7 કેસો
ગરબાડા. ગરબાડા તાલુકામાં 7 કેસ કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.ગરબાડામાં 19 તેમજ જેસાવાડામાં 12 રેપિડ ટેસ્ટ કરવામા આવ્યા હતા.જેમાં જેસાવાડામાં 10 તેમજ ગરબાડામાં 14 લોકો મળી કુલ 24ના રિપોર્ટ નેગેટીવ આવ્યા.જયારે બાલકૃષ્ણ દાડમચંદ સોની ,તીર્થરાજ નીતિન કુમાર,વિભાબેન નીતીન કુમાર સોની પ્રિયંકા અશીષકુમાર સોની,નીતીન બાલકૃષ્ણ સોની ગરબાડા ગાંધીચોક તેમજ જેસાવાડામાં દીપમાલાબેન રાકેશભાઈ પરમાર,કાજલબેન પ્રવીણ સોલંકી રેપિડ ટેસ્ટમાં કુલ 7 કોરોના સંક્રમિત દર્દીઓ નોંધાયા છે.

જેસાવાડામાં આરોગ્યની ચકાસણી
જેસાવાડામાં કોરોના વાયરસનો કહેર જોવા મળતા તાલુકા આરોગ્ય અધિકારી ડો .ડાભી દ્વારા અને જેસાવાડા પીએસસીના ડોક્ટર બારીયા દ્વારા જેસાવાડામાં ઘરે ઘરે ફરી આરોગ્ય કર્મચારીઓને સર્વેની કામગીરી સોંપવામાં આવી હતી. જેમાં અલગ અલગ નવ ટીમો બનાવી દરેક ટીમમાં ત્રણ સભ્યો રાખી જેસાવાડા ના અલગ અલગ વિસ્તારમાં ફરી 460 ઘરોમાં જઈ 2671 લોકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: