દાહોદ જિલ્લામાં નવા 22 પોઝિટિવ કેસ નોંધાયા

  • ગરબાડા તા.ના 12 અને દાહોદના 7 પોઝિટિવ

દિવ્ય ભાસ્કર

Aug 12, 2020, 04:00 AM IST

દાહોદ. દાહોદમાં સોમવારે 12 કેસ બાદ મંગળવારે પણ નવા 22 કેસ નોંધાયા હતા. તા.11ને મંગળવારે ખીલન શાહ, વિનય નીમચીયા, શિવમ ચૌહાણ, વિનોદભાઈ સોલંકી, રસિક ચૌહાણ, ધર્મેન્દ્ર પરમાર, પ્રવિણકુમાર સોલંકી, ચિરાગ પંચાલ, વિરલબેન લખારા, અંજનાબેન શાહ, જશવંતલાલ સોની, ડો. મિત્તલ બલાત અને કિરીટભાઈ ચૌહાણ પોઝિટિવ આવ્યા હતા. તો રેપિડ ટેસ્ટમાં તોલારામ ધર્માણી, દિવ્યાંગ પ્રજાપતિ, મહેશભાઈ સાંવરીયા, રેખાબેન ચૌહાણ, કોકીલાબેન ચૌહાણ, હરિલાલ સોલંકી, હેમલતાબેન સોલંકી, સુમિત્રાબેન પ્રજાપતિ અને બિપીનભાઈ પ્રજાપતિ પોઝિટિવ આવ્યા હતા.

આમ, રેગ્યુલર કેસના 13 અને રેપિડ ટેસ્ટના 9 મળી કુલ 22 વ્યક્તિઓ જિલ્લામાંથી કોરોના પોઝિટિવ જાહેર થયા હતા. જેમાંથી 12 વ્યક્તિ ગરબાડા તાલુકાના નોંધાયા હતા. તો દાહોદ ઝાયડસ હોસ્પિટલના મહિલા તબીબ સહિત 7 વ્યક્તિઓ દાહોદના, જ્યારે લીમખેડા, લીમડી અને દ. બારીયાના એક એક દર્દીઓ નોંધાયા હતા.






Related News

Comments are Closed

%d bloggers like this: