દાહોદ જિલ્લામાં નવા 18 દર્દીઓ સાથે કુલ 848 કેસો નોંધાયા

  • શુક્રવારે વધુ બે મોત સાથે અત્યાર સુધીમાં કુલ 52 લોકો મૃત્યુ પામ્યા

દિવ્ય ભાસ્કર

Aug 15, 2020, 04:00 AM IST

દાહોદ. દાહોદ આરોગ્ય તંત્ર દ્વારા તા.14.8.20 ના રોજ Rtpcr ના 9 અને રેપિડ ટેસ્ટના પણ 9 દર્દીઓ મળી નવા 18 કેસ નોંધાયા હતા. આ સાથે કોરોના દર્દીઓનો કુલ આંક 848 થવા પામ્યો છે. તો શુક્રવારે સાજા થયેલા 26 દર્દીઓ ડિસ્ચાર્જ થવા પામ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા મોકલાયેલા કુલ 901 સેમ્પલો પૈકી 183 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે 9 પોઝિટિવ આવ્યા હતા.

જેમાં રીતેશભાઈ સોની, સુરેખાબેન પારગી, દિનેશભાઈ પારગી, શિલ્પાબેન દેસાઈ, મધુકાંતબેન શાહ, જશવંતભાઈ પંચાલ, મહેશકુમાર ડામોર, શર્મિષ્ઠાબેન બારીયા, ભાવિનભાઈ સંગાડાના નામ જાહેર થયા હતા. તો રેપિડ ટેસ્ટમાં પ્રકાશચંદ્ર શાહ, મહેન્દ્રભાઇ મોઢીયા, શાંતાબેન બારીયા, ખિલન પંચાલ, ફતિયાભાઈ માવી, અમૃતભાઈ પ્રજાપતિ, જયશ્રીબેન પ્રજાપતિ, મમતાબેન લબાના અને મહેશભાઇ મોરી મળી કુલ 9 જણા કોરોના સંક્રમિત તરીકે જાહેર થયા હતા. હાલમાં 194 એક્ટિવ કેસો સાથે 442 લોકોના રિપોર્ટ પેન્ડિંગ છે. કોરોનાના લીધે શુક્રવારે થયેલા વધુ બે મોત સાથે અત્યાર સુધીમાં કુલ 52 લોકો મૃત્યુ પામ્યા છે.






Related News

Comments are Closed

%d bloggers like this: