દાહોદ જિલ્લામાં તા. પંચા. અને પાલિકામાં ભાજપના વિરોધ પક્ષના નેતા નિમાયા

સંકલન સમિતિમાં પરામર્શ કરાયો હતો જિલ્લામાં મંડલ પ્રભારીઓની પણ જાહેરાત

  • Dahod - દાહોદ જિલ્લામાં તા. પંચા. અને પાલિકામાં ભાજપના વિરોધ પક્ષના નેતા નિમાયા

    દાહોદ જિલ્લા સંકલન સમિતિમાં પરામર્સ થયા મુજબ તાલુકા પંચાયત ફતેપુરા, ઝાલોદ, દાહોદ, ગરબાડા તથા ન.પા. ઝાલોદમાં વિપક્ષના નેતા તરીકે નીચે જણાવેલા નામો નિશ્ચિત કરવામાં આવ્યા છે.. જેમાં ફતેપુરામાં રમેશભાઇ તેરસિંગભાઇ કટારા, ઝાલોદમાં રાકેશભાઇ રસુભાઇ મુનીયા, દાહોદમાં ભુરાભાઇ સીંગાભાઇ મિનામા, ગરબાડામાં ભારતસિંહ નાનાભાઇ અમલીયાર, ઝાલોદ નગરપાલિકામાં હિરેનભાઇ કનુભાઇ પટેલની નિયુક્તિ કરવામાં આવી હતી. આ સાથે ભારતીય જનતા પાર્ટીના વિવિધ મંડલના મંડલ પ્રભારી માટે જિલ્લા સંકલન સમિતિમાં પરામર્સ થયા મુજબ મંડલ પ્રભારીઓ અને જિલ્લા કાર્યાલય પ્રભારીની પણ યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં ફતેપુરા મંડલ ભાવસીંગભાઇ દિતાભાઇ વાઘેલા, ઝાલોદ પ્રફુલ્લભાઇ દેલસીંગભાઇ ડામોર, સંજેલી નારસીંગભાઇ વેસ્તાભાઇ પરમાર, સીંગવડ મનોજભાઇ ગોવર્ધનપ્રસાદ વ્યાસ, લીમખેડા મનુભાઇ લાલાભાઇ મકવાણા, દેવગઢ બારિયા બળવંતભાઇ ચતુરભાઇ પટેલ, ધાનપુર ગુલાબસિંહ હિરાભાઇ બારીઆ, ગરબાડા રાજેશભાઇ આસનદાસ સેહતાઇ, દાહોદ મુકેશભાઇ હસમુખલાલ બંમ, દાહોદ શહેર નિરજભાઇ નિકુંજભાઇ દેસાઇ, દે.બારીયા શહેર અક્ષયભાઇ દિનેશભાઇ જોષી, ઝાલોદ શહેર મુકેશભાઇ વિરચંદ કર્ણાવટ અને જિલ્લા કાર્યાલય પ્રભારી વાલજીભાઇ તાજસીંગભાઇ મેડાની નિયુક્તિ કરવામાં આવી હતી.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: