દાહોદ જિલ્લામાં કોરોના મામલે દેખરેખ માટે સચિવની નિમણૂંક કરાઇ

દિવ્ય ભાસ્કર

Jul 26, 2020, 04:42 AM IST

દાહોદ. શહેર સહિત જિલ્લામાં કોરોના પોઝિટિવના કેસો વધી રહ્યા છે ત્યારે જિલ્લાના વહિવટી તંત્રને માર્ગદર્શન પુરૂ પાડવા અને સુપરવિઝન માટે રાજ્ય સરકાર દ્વારા સચિવની નિમણુંક કરવામાં આવી છે.

દાહોદ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓમાં વધારો નોંધાઇ રહ્યો છે. ત્યારે આ મામલે રાજ્ય સરકારે સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે દાહોદ જિલ્લા વહિવટી તંત્ર દ્વારાલેવામાં આવેલા પગલા, કામગીરીનું સુપરવિઝન, અસરકારક અમલીકરણ અને જિલ્લા વહિવટી તંત્રને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવા માટે હાઉસિંગ અને નિર્મલ ગુજરાતના સચિવ લોચન શહેરાની નિમણુંક કરવામાં આવી છે. આ હુકમ થતાં સચિવ લોચન શહેરાએ દાહોદ ધસી આવી વહિવટી તંત્ર સાથે વાટોઘાટો કરવા સાથે દાહોદમાં ફેરણી કરી હોવાની માહિતી પણ સૂત્રો દ્વારા જાણવા મળી છે.






Related News

Comments are Closed

%d bloggers like this: