દાહોદ જિલ્લામાં કોરોના પોઝિટિવના નવા 8 કેસ, કુલ એક્ટિવ કેસનો આંક 204

દાહોદ41 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • 8 પૈકી દાહોદ શહેરના 7 કેસ

અનલોક- 3 વધુ છૂટછાટો સાથે દાહોદમાં હર્ડ ઇમ્યુનીટી વધવાને લઈને તજજ્ઞોના મતે દાહોદમાં કોરોનાના કેસની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થતા જિલ્લાવાસીઓમાં રાહત વ્યાપી છે. રવિવારે માત્ર 11 કેસ બાદ સોમવારે દાહોદમાં હજુ પણ કેસમાં ઘટાડો થઈને માત્ર 8 જ કેસ નોંધવા પામ્યા હતા. રેગ્યુલર ટેસ્ટના 153 સેમ્પલો પૈકી 4 અને રેપીડ ટેસ્ટના 938 સેમ્પલો પૈકી પણ 4 કેસ મળીને કુલ 8 કેસ નોંધાયા હતા.

રેગ્યુલર ટેસ્ટમાં સચિનભાઈ મોઢીયા, સાજનભાઇ કટારા, નરેશભાઈ મછાર અને અલ્કાબેન પરમાર તો રેપીડ ટેસ્ટમાં બુરહાનભાઈ મુસ્લિમ, ભાવનાબેન પરમાર, ગીતાબેન પરમાર અને જીગ્નેશભાઈ બેરાવત પોઝિટિવ આવ્યા હતા. સોમવારે જાહેર થયેલ પોઝિટિવ વ્યક્તિઓ પૈકી 7 વ્યક્તિઓ દાહોદ તાલુકાના નોંધાયા હતા.સોમવારે જાહેર થયા મુજબ કુલ 19 વ્યક્તિઓને ડિસ્ચાર્જ કરાઇ હતી તો વધુ એક મૃત્યુ સાથે કુલ 57 વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે.

0






Related News

Comments are Closed

%d bloggers like this: