દાહોદ જિલ્લાની સંખ્યાબંધ શાળાઓ દ્વારા ઓનલાઇન શિક્ષણ ચાલુ રખાયું
- ફી નહીં વસૂલવાના પરિપત્ર બાદ મોટાભાગની શાળાઓ મૂંઝવણમાં મૂકાઇ
દિવ્ય ભાસ્કર
Jul 24, 2020, 04:00 AM IST
દાહોદ. ગુજરાત રાજ્ય સરકારે ઓનલાઇન શિક્ષણ બંધ કરી શાળાઓને શાળાઓ બંધ છે તે સમયગાળામાં વિદ્યાર્થીઓ પાસેથી ફી નહીં વસૂલવાનો પરિપત્ર જાહેર કર્યા બાદ દાહોદની મોટાભાગની શાળાઓમાં તે સંદર્ભે હજુ અસમંજસતા પ્રવર્તી રહી છે. દાહોદ જિલ્લામાં ગણતરીની શાળાઓએ જ ઓનલાઇન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું હતું.
મેનેજમેન્ટ કમિટી મળશે ત્યારે જ નિર્ણય લેવાશે ત્યાં સુધી ઓનલાઈન શિક્ષણ ચાલુ
દાહોદ શહેરમાં અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાળા, સેન્ટ સ્ટીફન સ્કૂલ કે સેન્ટ મેરી સ્કૂલ સહિતની શાળાઓના શિક્ષકો ઓન લાઇન શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહ્યાં છે. આ સાથે જિલ્લાની પણ ખાનગી શાળાઓમાં આ પ્રકારે જ ભણાવાતું હતું. અને સરકારના પરિપત્ર બાદ પણ હાલમાં સર્વાનુમતે કોઈ નિર્ણય નહીં લેવાતા મહત્તમ શાળાઓમાં ઓનલાઇન શિક્ષણ ચાલુ રહ્યું છે. વિદ્યાર્થીઓ નિયમિત ઘરે શિક્ષણ પામી શકે તે માટે શિક્ષકો સોશિયલ મીડિયાના માધ્યમથી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડે છે. ત્યારે સરકારના નિર્ણયને દાહોદની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સમર્થન નથી મળ્યું. દા.અ.મ.સા.એજ્યુ. સો.ની જેમ દાહોદની સેન્ટ સ્ટીફન્સ સ્કૂલમાં પણ મેનેજમેન્ટ કમિટી મળશે ત્યારે જ નિર્ણય લેવાશે ત્યાં સુધી ઓનલાઈન શિક્ષણ ચાલુ રખાશે.
સ્વૈચ્છિક લોકડાઉન પત્યા બાદ નિર્ણય લઈશું
દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સાર્વજનિક સંસ્થા છે. ત્યારે તેના અંતર્ગત ચાલતી જે તે ખાનગી શાળાઓમાં દાહોદ નગરપાલિકા દ્વારા બે દિવસ પહેલા સ્વૈચ્છિક લોકડાઉનની વાત મુજબ તમામ શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક સ્ટાફને રજા જાહેર કરી દેવામાં આવી છે. હવે આગામી તા.1 ઓગસ્ટે બધા મળીશું ત્યારે આ બાબતે વિચારણા કરીશું.>અંજલિ પરીખ, માનદ્ મંત્રી, દા.અ.મ.સા.એ.સોસાયટી, દાહોદ
સરકારે ફેર વિચારણા કરવી જોઈએ
સરકાર દ્વારા હાલમાં જાહેર થયેલ નિર્દેશ મુજબ એક તરફ ડિજિટલ એજ્યુકેશન માટે ગાઈડલાઈન અપાઇ છે તો બીજી તરફ ટ્યુશન ફી નહીં લેવા જણાવાય છે. તો શિક્ષકોનો પગાર કોણ ચુકવશે? શું સરકાર આ જવાબદારી લેશે? > ઝુબિન કોન્ટ્રાકટર, સંચાલક સેન્ટ મેરી સ્કૂલ, દાહોદ
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed