દાહોદ જિલ્લાની શાળા – કોલેજમાં દિવાળી વેકેશનનો આરંભ થયો
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
- કોરોનામાં શૈક્ષણિક સંસ્થાઓ આમેય 7 માસથી બંધ છે
કોરોનાની મહામારીના કારણે આ વર્ષે આશરે સતત સાત મહિનાથી અન્ય ક્ષેત્રોની માફક શૈક્ષણિક ક્ષેત્ર પર નોંધપાત્ર અસર થવા પામી છે. અને શાળા- કોલેજોમાં તા. 25 માર્ચથી શૈક્ષણિક કાર્ય જડબેસલાક બંધ છે. ત્યારે આ વર્ષે સરકારની ગાઈડલાઈનને અનુસરીને દાહોદ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં તા. 29 ઓક્ટોબરથી તા.18 નવેમ્બર સુધીના 20 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. આમ કોરોનાની ગાઈડલાઈન મુજબ વિદ્યાર્થીઓએ શાળામાં ભલે આવવાનું ન હતું. પરંતુ, તે બદલે જે તે શિક્ષકો દ્વારા ઘરે અથવા ક્લાસરૂમમાં બેસીને જે તે વિષયનું શિક્ષણ આપતી વીડિયોના માધ્યમથી વિદ્યાર્થીઓ સુધી ઓનલાઇન શિક્ષણ પહોંચાડવું પડતું હતું. જે હવે દિવાળીની અધિકૃત વેકેશન દરમિયાન બંધ રહેશે. જો કે કોરોનાની અસર હજુ વ્યાપ્ત બની રહી છે ત્યારે દિવાળી વેકેશન બાદ પણ શાળા- કોલેજો શરૂ કરી શકાશે કે પછી આગામી શૈક્ષણિક વર્ષથી જ વર્ગખંડમાં શિક્ષણ કાર્ય આરંભ થઈ શકશે તે બાબત પણ ચર્ચાનો વિષય બન્યો છે. તો બીજી તરફ સામાન્ય રીતે દિવાળી વેકેશનમાં નવા વસ્ત્રો સાથે ઘર સજાવટ વગેરે થતાં અને લોકો હિલ સ્ટેશન કે ફરવાલાયક અન્ય સ્થળોની આ રજાઓ દરમિયાન મુલાકાત લેતા જે આ વર્ષે કોરોનાના કારણે સંભવ નહીં બનતા આ વેકેશન અત્યાર સુધીની સૌથી નિરસ વેકેશન બની રહેશે તેવો સુર પણ શિક્ષકો, શૈક્ષણિક સંસ્થાના કર્મચારીઓ અને વિદ્યાર્થી વર્ગમાં વહેતો થવા પામ્યો છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed