દાહોદ જિલ્લાની આંગણવાડીની બહેનોએ કરાર આધારિત નીતિનો વિરોધ કરી વિશાળ રેલી યોજી

HIMANSHU PARMAR – DAHOD 

દાહોદ જિલ્લામાં કરાર આધારિત અંગણવાડીની બહેનોએ દાહોદ શહેરમાં એક વિશાળ રેલી યોજી હતી. આ રેલી સ્ટેશન રોડ ઉપર થી ભગિની સમાજ સર્કલ થઇ માણેક ચોક થી દાહોદ પાલિકા ચોક ખાતે આવી અને ત્યાંથી દાહોદ ગડીના કિલ્લામાં પ્રાંત ઓફીસ ખાતે પહોંચી હતી અને ત્યારબાદ આંગણવાડીની બહેનોએ પ્રાંત ઓફીસની બહાર  હાય રે.. મોદી..  હાય..  હાય.. ના નારા લગાવ્યા હતા અને દાહોદ પ્રાંત અધિકારી ને આવેદનપત્ર આપી તેઓની લાગણીને સરકાર સુધી પહોંચાડવા માટે જણાવ્યું હતું. અને જો સરકાર ટૂંક સમયમાં આ બાબતે યોગ્ય નિર્ણય નહિ લે તો અમો વધુ આક્રમક બનીશું તેવું જણાવ્યું હતું.






Related News

Comments are Closed

%d bloggers like this: