દાહોદ જિલ્લાના 14,111 ઘરોમાં નળ દ્વારા નર્મદાના નીર પહોંચશે
દાહોદ41 મિનિટ પહેલા
- કૉપી લિંક
- 44 ગામો માટે રૂ. 22.57 કરોડની પાણી પુરવઠા યોજના મંજૂર કરાઇ
- વાસ્મો, પાણી પુરવઠા બોર્ડ દ્વારા કનેક્શન દીઠ રૂ. 16 હજારનો ખર્ચ કરાશે
દાહોદ જિલ્લાના 6 તાલુકાના 44 ગામોને પીવાના પાણી માટે નળ કનેક્શનથી જોડવાની યોજના ઉપર મંજુરીની મહોર વાગી છે. વોસ્મો અને પાણી પુરવઠા બોર્ડ દ્વારા આ માટે કુલ રૂ. 22.57 કરોડનો ખર્ચ કરવામાં આવશે. કુલ ખર્ચની સાપેક્ષે નળ કનેક્શનની સંખ્યાને ધ્યાને લઇ ગણતરી કરવામાં આવે તો સરકાર દ્વારા કનેક્શન દીઠ રૂ. 16 હજારનો ખર્ચ કરશે. કલેક્ટર વિજય ખરાડીની અધ્યક્ષતામાં મંગળવારે મળેલી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક દરમિયાન આ નિર્ણય લેવાયો હતો. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા, ધાનપુર, ફતેપુરા, લીમખેડા,દાહોદ અને સિંગવડ મળી છ તાલુકાના 44 પૈકી 36 ગામોને હાંફેશ્વર યોજનામાંથી પાણી મળવાનું છે. એટલે કે, આ 36 ગામોમાં માં નર્મદાના નીર પહોંચશે. મંગળવારે મંજૂર કરવામાં આવેલી 44 ગામોની પાણી પુરવઠા યોજના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પ્રેરિત જલ સે નલ યોજના અંતર્ગત છે.
ગામોને પાણી પહોંચાડવા માટે વાસ્મો દ્વારા રૂપિયા 1325.37 લાખ અને પાણી પુરવઠા દ્વારા રૂપિયા 932.37 લાખ મળી કુલ 22.57 કરોડનો ખર્ચ કરવામાં આવશે. તેમાં 14111 ઘરોને આવરી લેવામાં આવ્યા છે. આ 14111 ઘરોમાં નળ જોડાણ આપી સરકાર દ્વારા ઘર દીઠ રૂપિયા 16 હજારનો ખર્ચ કરવામાં આવશે. આ ઉપરાંત ધાનપુર તાલુકાના ભોરવા અને લીમખેડા તાલુકાના પાડા ગામની રિવાઇઝ્ડ પાણી પુરવઠા યોજના મંજૂર કરવામાં આવી છે. બેઠકમાં વાસ્મોના કાર્યપાલક ઇજનેર મોઢિયા, વીજ કંપનીના કાર્યપાલક ઇજનેર સંજય વર્મા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સુનયના પાટડિયા ઉપસ્થિત રહ્યા હતા.
115 ગામોમાં યોજના પ્રગતિ હેઠળ
દાહોદ જિલ્લામાં હાલમાં વોસ્મો દ્વારા કુલ 115 પાણી પુરવઠા યોજના પ્રગતિ હેઠળ છે. જે પૈકી 9 યોજનામાં માત્ર 10 ટકા જ બાકી છે. 10 યોજનામાં વીજ જોડાણ બાકી હોવાનું જાણવા મળ્યુ છે.
કયા-કયા ગામનો સમાવેશ
દે.બારિયાના આમલીપાની છોતરા, દેગાવાડા, આમલી ઝોઝ, કાલિયા કૂવા, મેઘા મહુડી, નાની ઝરી, સિંગુર, ખાંડણિયા, જૂના બારિયા, કાકલપુર, વીરોલ, ઝાબિયા, ભૂવાલ, રાઠવાના મુવાડા, હિંદોલિયા, સિંગવડના મલેકપુર અને પીપલિયા આર. ધાનપુરના ધનાર પાટિયા, ઘોડાઝર, કણઝર, સીમામોઇ, લાડવાવડ, અલિન્દરા, ભૂવેરો, પીપરગોટા, ગુમલી, ડુમકા, કોટુંબી, નાની મલુ, ઉમરિયા, વાંસિયા ડુંગરી, રૈયાવણ, વાંકોટા, દૂધામલી, મંડોર, ફતેપુરાના ઝેર, નાની રેલ, દાહોદના ધામરડા, ડુંગરપુર, મંડાવાવ, નાની લછેલી અને લીમખેડાના નાની વાસવાણીનો સમાવેશ થાય છે.
0
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed