દાહોદ જિલ્લાના સીંગવડમાં ચાકુના 15 ઘા મારી યુવાનની હત્યા, ગુપ્તાંગ કાપ્યું

  • The young man killed in singvad in Dahod district

    પ્રતિકાત્મક તસવીર

    દાહોદ: દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના તારમી ગામે રહેતા નરેશભાઇ બારિયાનો મૃતદેહ તેમના ઘરથી 100 મીટર દૂરના કૂવામાંથી મળી આવ્યો હતો. હત્યારાએ નરેશભાઇના જમણા કાનના ઉપરના ભાગે, માથામાં અને બંને આંખની ભ્રમર પાસે ચાકુના ઉપરા-છાપરી 15 ઘા માર્યા હતાં. આ સાથે હત્યારાએ તેમનું ગુપ્તાંગ પણ કાપી નાખ્યું હતું. હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે નરેશભાઇને મૃતદેહ કૂવામાં નાખી દેવાયો હતો. જોકે, કૂવા પાસે ભરાયેલા લોહીના ખાબોચિયાને જોઈને ઘટના પ્રકાશમાં આવી હતી.

    કૂવામાંથી મૃતદેહ મળી આવ્યો

    નરેશભાઇની હત્યા કોણે અને કયા કારણોસર કરી તે પાછળ રહસ્ય ઘુંટાઇ રહ્યું છે. પરિવારના જણાવ્યા મુજબ રાતના નવ વાગ્યા સુધી નરેશભાઇ ઘરે જ હતાં. તેઓ ક્યારે ઘરેથી નીકળ્યા હતાં તે કોઇને પણ ખબર નથી. સવારે નહીં જોવા મળતાં શોધખોળ દરમિયાન કૂવામાંથી મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે રણધિકપુર પોલીસે તપાસ હાથ ધરી છે.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: