દાહોદ જિલ્લાના કલેક્ટર વિજય ખરાડીએ તેમના વિરૂધ્ધ સદંતર જુઠ્ઠાણા ફેલાવતી સમાચાર એજન્સીના સંચાલક, માલીક અને પ્રસારણ કરનાર સામે નોંધાવી ફરીયાદ

—> વાયરલ થયેલા વિડયોમાં કોઇ પણ જાતના આધાર પુરાવા વિના ભષ્ટ્રાચાર અને જાતિવાદના આક્ષેપો કરવામાં આવ્યા છે
દાહોદ જિલ્લાના કલેક્ટર વિજય ખરાડીએ તેમના વિરૂધ્ધ સદંતર જુઠ્ઠાણા ફેલાવતા વોટ્સઅપ વિડીયો સામે ફરીયાદ નોંધાવી છે. ન્યુઝ ઇન્ડીયા 9 (Nine) ગુજરાતી નામની ચેનલનો વિડીયો જેમાં કલેક્ટર ખરાડીને ભષ્ટ્રાચાર અને જાતિવાદ ચલાવતા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
કલેક્ટર વિજય ખરાડીના અંગત મદદનીશ ડી.એમ.મોદીના મોબાઇલ ઉપર વોટ્સઅપ ઉપર ૧૮ જુન ૨૦૧૯ ના રોજ ૧૧.૩૦ વાગે એક વિડીયો આવ્યો હતો. ન્યુઝ ઇન્ડીયા 9 (Nine) ગુજરાતી નામની ચેનલના આ વિડીયોમાં કલેક્ટર વિજય ખરાડી સામે ભષ્ટ્રાચાર અને જાતિવાદ ચલાવતા હોવાનો આક્ષેપ કરતો અંદાજે ૨.૫૬ મિનિટનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. આ વિડીયોમાં દાહોદ જિલ્લા કલેક્ટર સ્થાનિક નેતાઓના ઇશારે વહિવટ કરતા હોય તેમ જણાવવામાં આવ્યું છે. આ વિડીયો કોઇ પણ આધાર પૂરાવા વગર વાયરલ કરી અધિકારી તથા વહિવટી તંત્રની છબી ખરડાય તે પ્રકારના સમાચાર ન્યુઝ ચેનલ દ્વારા આપવામાં આવ્યા હોય તથા વોટ્સઅપ મેસેજ દ્વારા વાયરલ કરવામાં આવ્યા છે. દાહોદ જિલ્લા કલેક્ટર રાજકીય આંગેવાનોના પ્રભાવમાં કામગીરી કરતા હોય તેમજ જાતિવાદ અને સગાવાદના ધોરણે વહિવટ ચલાવતા હોવાનું કોઇ પણ જાતના આધાર પુરાવા વગર સમાચાર એજન્સી દ્વારા જણાવવામાં આવ્યું છે. સમાચાર એજન્સી દ્વારા આ પ્રકારનો વિડીયો તૈયાર કરી સોશ્યલ મિડીયામાં ફેલાવો કરી કલેક્ટર તથા વહિવટી તંત્રની છબી ખરડાય તેવું કૃત્ય કરી સમાજ સમાજ વચ્ચે દ્રેષ ભાવના પેદા થાય તેવા પ્રયત્નો કરી સમાજમાં અધિકારીઓ જે જ્ઞાતિના હોય તે સિવાયની અન્ય જ્ઞાતિનું કામ કરતા નથી તેવો દુષ્પ્રચાર કરી અધિકારીને સામાજિક અને માનસિક રીતે હેરાન કરવા અને રાજકીય દ્રેષ ભાવના ઉદભવે તેવા હેતુથી બદનક્ષી કરી વિડીયો પ્રસારીત કરવાનું કૃત્ય કોઇ પણ જાતના આધાર કે પૂરાવા વિના કર્યુ હોય આ સમાચાર એજન્સીના સંચાલક, માલીક અને પ્રસારણ કરનાર અને વોટ્સઅપ જેવા સોશ્યલ મિડીયાનો ઉપયોગ કરીને વિડયો ફેલાવનાર સામે કાયદેસર તપાસ થવા ચીટનીશ ટુ કલેક્ટર શ્રી મેહુલકુમાર ખાંટે કલેક્ટરશ્રી ખરાડી વતી ફરીયાદ નોંધાવી છે.
કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું કે ઉપરોકત વાયરલ કરવામાં આવેલ વિડીYયોમાં કરવામાં આવેલા ભષ્ટ્રાચાર અને જાતિવાદ જેવા દાવાઓ તદ્દન આધાર પૂરાવા વિનાના અને પોતાની બદનક્ષી કરવાના બદઇરાદાથી કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે.


Related News

Comments are Closed

%d bloggers like this: