દાહોદ જિલ્લાના ઉમરિયા, કાળી-2 અને કબૂતરી ડેમ છલકાયા

દાહોદ,લીમખેડા,ઝાલોદએક કલાક પહેલા

  • કૉપી લિંક

ધાનપુર તાલુકાના આવેલા ઉમરિયામાં ડેમની સંપૂર્ણ સપાટી પૂર્ણ થતા આજરોજ ઓવરફ્લો થઈને વહી રહ્યો છે. 

  • નીચાણવાળા 20 ગામ સાબદાં કરાયાં : માછણનાળા ડેમ છલકાવાના આરે
  • માછણનાળા 72.84% ભરાયો : આપાતકાલિન સ્થિતિમાં 1077 પર ફોન કરવો

સતત વરસાદને કારણે કારણે જિલ્લામાં આવેલા આઠેય ડેમની સપાટીમાં વધારો જોવા મળી રહ્યો છે. તેમાં ઉમેરિયા ડેમ બાદ મોડી સાંજે કબૂતરી અને કાળી-2 ડેમ પણ છલકાઇ ગયો છે. જ્યારે સતત વધતી સપાટીને કારણે માછણનાળા ડેમને હાઇએલર્ટ ઉપર મુકીને તેના નીચાણવાળા ગામોને સાબદા કરવામાં આવ્યા છે. હજી વરસાદનો મારો ચાલુ રહેશે તો પાટાડુંગરી, અદલવાડા, વાંકલેશ્વર, અને હડફ ડેમ પણ પૂર્ણ સપાટી વટાવે તેમ જોવાઇ રહ્યું છે.

દાહોદ જિલ્લામાં જળાશયોની સ્થિતિ

ડેમ પૂર્ણ ભયજનક

તા.22 સવારે 6 વાગ્યાની સપાટી

પાટાડુંગરી 170.84 172.97 169.13
માછણનાળા 277.45 281.33 276
કાળી-2 257 261.9 257
ઉમરિયા 280 284.24 280.2
અદલવાડા 237.3 238.78 235.4
વાંકલેશ્વર 223.58 225.25 220.97
કબુતરી 186.3 189.56 186.3
હડફ 166 168.32 165.15

લીમખેડા તાલુકામાં આવેલા ઉમરિયા ડેમની પૂર્ણ સપાટી 280 મીટર છે. એકધારા વરસાદને કારણે હાલમાં આ ડેમની સપાટી 280.20મીટર નોંધાઇ છે. ડેમ છલકાઇ જતાં તેના નીચાણવાળા ગામોને સાબદા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઝાલોદ તાલુકામાં આવેલો કાળી-૨ ડેમ મોડી સાંજે પોતાની પૂર્ણ સપાટી 257 મીટરે પહોંચી ગયો હતો..કાળી-2ના નીચાળવાળા ગામો પીપલેટ, વધેલા, મલવાસી, પેથાપૂર, ખાખરિયા, ઘોડિયા, કાકરાકૂવા, દાંતગઢ, બલેડિયા, પાડલિયા ગામના લોકોને સાવચેર રહેવા સૂચના અપાઇ હતી. ડેમના હેઠવાસના વિસ્તારોમાં જવા ઉપર પ્રતિબંધ મુકાયો છે. આ સાથે માછણનાળા જળાશયમાં સતત નવા નીરની આવક શરૂ છે.

23ના સવારના 9 વાગ્યાની સ્થિતિએ ડેમની સપાટી 276 મીટર નોંધાઇ છે. જે તેની કૂલ સંગ્રહ ક્ષમતાની સામે 72.84 ટકા છે. પાણીની સતત આવકના કારણે સિંચાઇ વિભાગ દ્વારા ડેમને વોર્નિંગ સ્ટેજ ઉપર મૂકવામાં આવ્યો છે.આ ડેમની હેઠવાસમાં આવેલા ગામોમાં ભાણપુર, ચિત્રોડિયા, ધાવડિયા, મહુડી, મનુખોસલા, માંડલિખુટા, વેરન ગામના લોકોને સાવચેત રહેવા જણાવવામાં આવ્યું છે. કબુતરી ડેમના પાણીએ પણ તેની પૂર્ણ સપાટી વટાવતા સિંગવડ તાલુકાના ચુંદડી, વાલાગોટા અને મેથાણ ગામના સરપંચ અને તલાટી દ્વારા ગામ લોકોને એલર્ટ કરાયા છે.પરીસ્થિતિ વિપરીત થાય તો તેમને શાળામાં ખસેડવાની વ્યવસ્થા પણ કરાઇ છે.આપાતકાલિન સ્થિતિમાં 1077 નંબર ઉપર ફોન કરવા માટે કલેક્ટર વીજય ખરાડીએ જણાવ્યુ હતું.

0






Related News

Comments are Closed

%d bloggers like this: