દાહોદ ખેતીવાડી ઉત્પન્ન સમિત અને વેપારીઓ દ્વારા ઉત્તર ગુજરાતના પૂર અસરગ્રસ્તો માટે અંદાજીત ૧૦ ટન વજનની રાહત સામગ્રી મોકલાઇ

EDITORIAL DESK – DAHOD

પૂરમાં અસર પામેલ મુંગા પશુઓ માટે અત્યાર સુધી ૮૮ ટ્રકોમાં ૨૭૫૭૫૫ કિલોગ્રામ ઘાસ રવાના કરાયુ છે : કલેક્ટર જે.રંજીથકુમાર
કલેક્ટર જે.રંજીથકુમાર સહિત મહાનુભાવોએ વિનાશક પૂર અસરગ્રસ્તો માટે એકત્ર કરાયેલ રાહત સામગ્રીના વાહનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ.
ચાલુ વર્ષે ચોમાસાની ઋતુમાં તાજેતરમાં સતત વરસી રહેલા વરસાદના કારણે ઉત્તર ગુજરાતમાં પાટણ-ડીસા, બનાસકાંઠા જેવા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદના કારણે પૂરની વિનાશક પરિસ્થિતિ સર્જાઇ હતી. લોકોએ પોતાના ઘરો, અનાજ ઘરવખરી સહિત તમામ સામગ્રી વરસાદના કારણે ગુમાવી છે. નાશ પામેલ છે. ત્યારે આ કુદરતી ક્રોપમાં અસરગ્રસ્ત પામેલ ભાઇ-બંધુઓની વ્હારે જવાની આપણી માનવીય ફરજ બની રહે છે. ત્યારે દાહોદ જિલ્લાની જાહેર જનતા, દાહોદ નગરજનો, સ્વૈચ્છિક સંસ્થાઓ આ કુદરતી હોનારતના અસરગ્રસ્તોની વ્હારે આવવા જિલ્લા કલેક્ટરશ્રી જે.રંજીથકુમારે વિનંતી સહ અપીલ કરી હતી.
તદ્નુસાર દાહોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, અનાજ બજારના વેપારીઓ, શાકભાજી ફળફળાદી સબ યાર્ડના વેપારીઓ દ્વારા ઉત્તર ગુજરાતમાં આવેલ વિનાશક પૂરના અસરગ્રસ્તોની વ્હારે જવા માટે ૩૫૦ કિટ્સ અંદાજીત વજન ૧૦ ટનની રાહત સામગ્રીના કિટ્રસ વાહનનું કલેક્રટરશ્રી રંજીથકુમારે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ રાહત સામગ્રીની પ્રત્યેક કિટ્સમાં ઘઉં લોટ ૧૦ કિ.ગ્રા., ચોખા ૩ કિ.ગ્રા., તુવેર દાળ ૨ કિ.ગ્રા., તેલ ૧ લીટર, ખાંડ ૨ કિ.ગ્રા, ચ્હા પત્તી ૨૫૦ ગ્રા., મીઠું ૧ કિ.ગ્રા., મરચુ ૨૦૦ ગ્રામ, હળદર ૨૦૦ ગ્રામ, ગરમ મસાલો ૧૦૦ ગ્રામ, ડુંગળી ૨ કિ.ગ્રામ, બટાકા ૨ કિ.ગ્રામ સહિતની ખાધ સામગ્રી, તપેલી ૧, માચીસ ૧ પેકેટ, પ્લાસ્ટીક તાડપત્રી જયારે ૭૦ નંગ સ્ટવ જેવી ઘર વખરીની સાધન સામગ્રીનો સમાવેશ થાય છે.
જિલ્લા કલેક્ટરશ્રીએ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને વેપારીઓએ સંવેદના સાથે પૂર અસરગ્રસ્તો માટે ,
માનવીય અભિગમ દાખવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમને જણાવ્યું હતું કે જિલ્લા પ્રશાસન દ્વારા પણ અસરગ્રસ્તો માટે રાહત સામગ્રી મોકલવામાં આવી છે. સાથે પૂરમાં અસર પામેલ પશુઓ માટે અત્યાર સુધી ૮૮ ટ્રકોમાં ૨૭૫૭૫૫ કિ.ગ્રામ ઘાસ રવાના કરવામાં આવ્યુ છે.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સુજલકુમાર મયાત્રા,જિલ્લા પોલિસ અધિક્ષકશ્રી મનોજ નિનામા, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતના ચેરમેનશ્રી કનૈયાલાલ કિશોરી, વાઇસ ચેરમેનશ્રી કમલેશ રાઠી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી નિકુંજ મેડા, સભ્યશ્રીઓ સહિત મહાનુભાવો, નગરજનો, વેપારીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Related News

Comments are Closed

%d bloggers like this: