દાહોદ કલેક્ટર કચેરીના કારકૂનનું કોરોનાથી અવસાન

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • કોરોનાથી અવસાન થતાં ફફડાટ, કલેક્ટર સહિતના કર્મચારીઓ દ્વારા શ્રદ્ધાંજલિ અપાઇ

દાહોદની કલેક્ટર કચેરીના હિસાબી શાખામાં કારકુન તરીકે ફરજ બજાવતા કેનથ ડામોરનું કોરોના સંક્રમણથી શનીવારે અવસાન થયુ હતું. આ ઘટના પગલે કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર વિજય ખરાડી, નિવાસી અધિક કલેક્ટર એમ.જે. દવે સહિતના અધિકારીઓ-કર્મચારીઓએ તેમને હાર્દિક શ્રદ્ધાંજલિ આપી હતી. કલેક્ટર ખરાડીએ સદ્દગતના શોકસંતૃપ્ત પરિવારજન પ્રત્યે પણ દિલસોજી વ્યક્ત કરી છે અને તેમને મળવાપાત્ર સરકારી સહાય ત્વરાથી મળે એવી કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપી છે. કલેક્ટર ખરાડીએ જણાવ્યુ કે, કોરોના સામેની લડાઇ જીતવા મક્કમપણે સાવધાની સાથે મુકાબલો કરવો એ ખૂબ જરૂરી છે. દરેક કર્મચારી કોરોના સામેની બધીજ સાવચેતીનું ફરજીયાત પાલન કરે.

કોરોનાના કોઇ પણ લક્ષણ જણાય તો તુરંત ટેસ્ટ કરાવી લેવો. હાઇપોક્સીયામાં શરીરમાં 70 ટકા સુધી ઓક્સિજન ઘટી જાય છે અને દર્દીને બચાવવો ખૂબ મુશ્કેલ બની જાય છે. ફ્રન્ટલાઇન કોરોના વોર્રિયર્સ તરીકે જયારે કર્મચારીઓ કામ કરી રહ્યા છે ત્યારે ટેસ્ટ ઇઝ બેસ્ટ મંત્ર હંમેશા યાદ રાખો અને કોઇ પણ લક્ષણ જણાય તો તુરત ટેસ્ટ કરાવવાનું જણાવ્યુ હતું. ઉલ્લેખનિય છે કે, કેનીથ ડામોરના સંપર્કમાં આવેલા 20 લોકોને આરોગ્ય વિભાગ દ્વારા હોમ ક્વોરન્ટાઇન કરાયાં છે.






Related News

Comments are Closed

%d bloggers like this: