દાહોદ-ઇન્દોર રેલ પરિયોજના હોલ્ડ પર રખાઇ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ-ઇન્દોર રેલ પરિયોજનામાં દાહોદમાં પથરાયેલી નવી રેલવે લાઇન, જેનુ કામ બંધ કરી દેવાયુ છે

  • 205 કિમી લાંબી રેલવે લાઇનનો ખર્ચ રૂા. 678થી 1640 કરોડ થઇ ગયો
  • દાહોદથી કતવારા વચ્ચે પાટા પથરાયા ને કામ બંધ!

205કિલોમીટરલાંબી દાહોદ-ઇન્દૌર રેલવે પરિયોજના ઉપર કોરોનાનું ગ્રહણ લાગી ગયુ છે. કોરોના કાળના બહાને રેલવે દ્વારા આ પરિયોજના હોલ્ડ ઉપર મુકી દેવામાં આવી છે. રેલવે હવે આ પ્રોજેક્ટને ખર્ચાળ અને બિનનફાકારક માની રહી હોવાનું જાણવા મળ્યું છે. કામ બંધ કરવામાં આવતાં 2022 સુધી રેલવે દ્વારા અહીં ટ્રેન દોડાવવાનો દાવો પુરો નહીં થાય તેમ જોવાઇ રહ્યું છે. 12 વર્ષમાં આ રેલવે લાઇનનો ખર્ચ પણ બમણો થઇ ગયો છે. 678 કરોડની પરિયોજના આજે 1640 કરોડ રૂપિયા ઉપર પહોંચી ગઇ છે. યોજના ઉપર અત્યાર સુધી 815 કરોડ રૂપિયાનો ખર્ચ થઇ ચુક્યો છે. દાહોદથી કતવારા વચ્ચે પાટા નખાયા છે પરંતુ ત્યાર બાદ થતી કામગીરી બંધ કરી દેવાઇ છે. કામ બંધ કરી દેવાતાં પીથમપુરમાં ટનલ નિર્માણ, ઇન્દૌર-ધાર વચ્ચે અર્થવર્ક, જમીન સંપાદન સહિતના કામ લટકી ગયા છે.

એક્સપર્ટનું શું માનવુ
રેલવે નિર્માણથી જોડાયેલા અધિકારીઓનું માનવુ છે કે, આ વર્ષે તો કામ નહીં જ થઇ શકે. જુના રૂપિયા વપરાયા ન હોવાથી આગામી બજેટમાં પણ આ યોજના માટે રૂપિયાની ફાળવણી થવાની સંભાવના ઓછી છે. વર્ષ 2021માં પણ કામ હોલ્ડ ઉપર જ રહી શકે છે. જનપ્રતિનિધિયો સક્રિયતા બતાવે તો જ યોજના ગતિ પકડી શકે છે.

કેટલું કામ થયું, બંધ થતાં શું મુશ્કેલી
209 કિમીની લાઇનમાં માત્ર 36 કિમી લાઇન નખાઇ છે.દાહોદથી કતવારા સુધી 11 કિમી લાઇન અને ઇન્દૌરથી ધાર તરફ 25 કિમી જ પાટા પાથર્યા છે. કામ બંધ થતાં ઇન્દૌર-ધાર વચ્ચેની ટનલ્સ પણ બંધ કરવી પડે તેમ છે. બંધ કરવા પાછળ બનાવવામાં નથી થયો તેનાથી વધુ રૂપિયા ખર્ચવા પડે તેમ છે.

અત્યાર સુધી થયું
ફેબ્રુઆરી 2008માં પરિયોજનાનું શિલાન્યાસ કરાયુ હતું. 13 વર્ષમાં કુલ 876 રૂપિયાની ફાળવણી કરાઇ છે. જે 2008માં અંકાયેલા ખર્ચના 678 કરોડથી 198 કરોડ વધુ છે. કામમાં ઢીલાશને કારણે તેનો ખર્ચ 1600 કરોડ રૂપિયાથી વધુ થઇ ગયો છે.






Related News

Comments are Closed

%d bloggers like this: