દાહોદ આરોગ્ય મંડળ અને સંશોધન સંચાલિત અર્બન હોસ્પિટલ ખાતે ૪ પ્રકલ્યોનું લોકાર્પણ-શુભારંભ કરતા કેન્દ્રીય રાજય મંત્રીશ્રી જશવંતસિંહ ભાભોર

DAHOD DESK
સાંસદ ગ્રાંટમાંથી રૂા. ૧૦ લાખના ખર્ચે એ.સી. એમ્બુલન્સનું શ્રી જશવંતસિંહ ભાભોરે લીલી ઝંડી આપી લોકાર્પણ કર્યુ. દાહોદ આરોગ્ય મંડળ અને સંશોધન કેન્દ્ર સંચાલિત અર્બન હોસ્પિટલ ખાતે સાંસદશ્રીની ગ્રાંટ માટે દર્દીઓના લાવવા-લઇ જવા માટે સાંસદશ્રીની ગ્રાંટમાંથી રૂા. ૧૦ લાખના ખર્ચે એ.સી. એમ્બુલન્સનું લોકાર્પણ, શેઠશ્રી ગિરધરલાલ બ્લડબેંકનું પુનઃશુભારંભ, સ્વ ઇન્દુભાઇ શેઠ ડાયાબિટીશ કિલનિકનો શુભારંભ અને એકસેર ઇમેજીંગ ટેકનીશીયન કોર્ષનો પ્રારંભ ભારત સરકારના આદિજાતિ વિકાસ બાબતોના રાજયમંત્રી શ્રી જશવંતસિંહ ભાભોરના હસ્તે અને રાજયના પશુપાલન અને ગૈાસંવર્ધન રાજય મંત્રી શ્રીબચુભાઇ ખાબડની ઉપસ્થિતિમાં અર્બન  હોસ્પિટલ સંકુલ ખાતે કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે કેન્દ્રી આદિજાતિ વિકાસ રાજય મંત્રીશ્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે શેઠ પરિવારે દાહોદ જેવા પછાત વિસ્તારમાં શિક્ષણ, આરોગ્યની જયોત જલાવી છે. સાથે વેપાર વાણિજયમાં પણ તેમનો સિંહ ફાળો છે. ત્યારે સ્વર્ગસ્થોને યાદ   કરતાં શ્રી ભાભોરે અર્બન હોસ્પિટલમાં આદિવાસી દર્દીઓ સહિત આજુબાજુના સરહદી વિસ્તારોનાગ્રામજનો પણ આ હોસ્પિટલનો લાભ લઇ સાજા થાય છે. આ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને ઓછા પૈસે ગુણવતાયુક્ત દવા મળે તે માટે જેનેરિક દવા સ્ટોર પણ શરૂ કરવા માટે રાજ્ય સરકાર સાથે પરામર્શ કરી શરૂ કરવામાં આવશે. કેન્દ્ર અને રાજય સરકાર પણ છેવાડાના ગરીબ, આદિવાસી, પછાત લોકોના શિક્ષણ અને આરોગ્ય માટે સતત પ્રયત્નશીલ અને કટિબધ્ધ છે. તેમ જણાવતાં શિક્ષણ અને આરોગ્યલક્ષી સરકારની સેવાઓ અને યોજનાઓની જાણકારી આપી હતી. આ વિસ્તારના આદિવાસી બાળકો ઉચ્ચ શિક્ષણ લઇ રોજગાર મેળવે, ઉજજવળ ભવિષ્ય બનાવે તે માટે ફિજીયોથેરાપી, કોલેજ, નર્સિંગ કોલેજ, ડીગ્રી એન્જીનીયરીંગ કોલેજ, વિજ્ઞાન કોલેજો શરૂ કરી છે. હજુ મેડીકલ કોલેજ શરૂ કરવા માટે રાજય સરકારનું આયોજન છે તેની ભાભોરે જાણકારી આપી હતી.

આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ મહામંત્રી અને અગ્રણીશ્રી અમિતભાઇ ઠાકરે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.  સંસ્થાના અગ્રણી અને ટ્રસ્ટી શ્રી.બી.સી.મહેતાએ સ્વાગત પ્રવચન સાથે હોસ્પિટલની સેવાઓ, જરૂરિયાતો વગેરેની જાણકારી આપી હતી. આભાર વિધિ સંસ્થાના ટ્રસ્ટી શ્રી સંદીપભાઇ શેઠે કરી હતી.
કાર્યક્રમમાં ગુજરાત પ્રવાસન નિગમના ડિરેકટરશ્રી સુધીરભાઇ લાલપુરવાલા, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સંયુકતાબેન  મોદી, સદગુરૂ વોટર એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના અધ્યક્ષશ્રી જગાવત અને મેડમ શર્મિઠાબેન જગાવત, સંસ્થાના ટ્રસ્ટી શ્રીમતી કલ્પનાબેન શેઠ, શ્રેયસશેઠ, એપી.એમ.સીના ચેરમેનશ્રી કનૈયાલાલ કિશોરી, તાલુકા ભાજપા પ્રમુખશ્રી કરણસિંહ ડામોર, જિલ્લા મહામંત્રી શ્રીદિપેશભાઇ લાલપુરવાલા, વેપારી ગણ, કાઉન્સિલરો, અગ્રણીઓ, નગરજનો, નર્સિગ સ્કુલની વિધાર્થીઓ, ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહયા હતા.                         


Related News

Comments are Closed

%d bloggers like this: